થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની હદમાં કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીના કારણે થતા ઍર પૉલ્યુશનને રોકવા નિયમ ન પાળનારા ડેવલપરોને સ્ટૉપ વર્ક નોટિસ મોકલાવવાનું હવે TMCએ ચાલુ કર્યું છે.
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની હદમાં કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીના કારણે થતા ઍર પૉલ્યુશનને રોકવા નિયમ ન પાળનારા ડેવલપરોને સ્ટૉપ વર્ક નોટિસ મોકલાવવાનું હવે TMCએ ચાલુ કર્યું છે.
ઍર પૉલ્યુશનને લઈ TMCએ ૩૧૭ બિલ્ડરોને પૉલ્યુશનને કાબૂમાં રાખવાની ગાઇડલાઇન્સ પાળવા જણાવ્યું હતું. જોકે એ ગાઇડલાઇન્સ ફૉલો ન થતી હોવાનું જણાઈ આવતાં TMCએ ૧૮૨ જગ્યાએ દંડાત્મક કાર્યવાહી કરીને ૯.૨૫ લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો, જ્યારે બીજા ૧૨૦ બિલ્ડરોને શો કૉઝ નોટિસ મોકલાવવામાં આવી હતી. એમાંથી જે લોકોએ નોટિસનો જવાબ આપ્યો છે એની ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે ૭ બિલ્ડરોએ પૉલ્યુશનને લગતા નિયમો ન પાળ્યા હોવાથી તેમને TMCએ સ્ટૉપ વર્કની નોટિસ આપી છે.