શ્રીનગર વિસ્તાર, સમતાનગર, સિદ્ધેશ્વરનગર, ઇન્ટરનિટીનગર, જોહનસન વિસ્તારમાં પાણી પુરવઠો સ્થગિત રહેશે. એ ઉપરાંત મુમ્બ્રા અને કલવાના પણ કેટલાક ભાગોમાં પાણી સંપૂર્ણપણે બંધ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
કલવાના નાઇન્ટી ફીટ રોડ પર આવેલી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ગઈ કાલે ઍર વાલ્વમાં લીકેજ થયું હોવાથી એનું આજે સમારકામ હાથ ધરવામાં આવશે, જેના કારણે આજે સવારે ૯ વાગ્યાથી સાંજે ૯ વાગ્યા સુધી ૧૨ કલાકના સમયગાળા દરમિયાન થાણે શહેર અને કલવા અને મુમ્બ્રાના કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી TMCના પાણી પુરવઠા વિભાગે આપી છે. થાણેના ઘોડબંદર રોડ, લોકમાન્યનગર, વર્તકનગર, સાકેત, રિતુ પાર્ક, જેલ વિસ્તાર, ગાંધીનગર, રુસ્તમજી, ઇન્દિરાનગર, રૂપાદેવી વિસ્તાર, શ્રીનગર વિસ્તાર, સમતાનગર, સિદ્ધેશ્વરનગર, ઇન્ટરનિટીનગર, જોહનસન વિસ્તારમાં પાણી પુરવઠો સ્થગિત રહેશે. એ ઉપરાંત મુમ્બ્રા અને કલવાના પણ કેટલાક ભાગોમાં પાણી સંપૂર્ણપણે બંધ રહેશે.