SR અને સંસ્થાઓની મદદથી ૨૫ સ્થળે મોટાં માટલાં અને પાણીના ગ્લાસ મૂકવામાં આવ્યાં છે એમ જણાવતાં TMCનાં મુખ્ય પર્યાવરણ અધિકારી મનીષા પ્રધાને જણાવ્યું હતું
પાણીની પરબનો લાભ લેતા લોકો.
વધતી જતી ગરમીનો સામનો કરવા માટે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા તૈયાર કરાયેલા ઍક્શન-પ્લાન મુજબ વિવિધ સંસ્થાની મદદથી ગઈ કાલે થાણેમાં ૨૫ જગ્યાએ પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી. TMC સાથે યસ ચૅરિટેબલ ટ્રસ્ટ, જેવીએમ ચૅરિટેબલ ફાઉન્ડેશન અને સમર્થ ભારત વ્યાસપીઠે આ પહેલમાં સક્રિયપણે ભાગ લીધો હતો. TMCના કમિશનર સૌરભ રાવે આપેલી સૂચના મુજબ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) હેઠળ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
થાણે સ્ટેશન પર ગઈ કાલે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
CSR અને સંસ્થાઓની મદદથી ૨૫ સ્થળે મોટાં માટલાં અને પાણીના ગ્લાસ મૂકવામાં આવ્યાં છે એમ જણાવતાં TMCનાં મુખ્ય પર્યાવરણ અધિકારી મનીષા પ્રધાને જણાવ્યું હતું કે સંબંધિત સંસ્થાઓ ત્યાં દરરોજ પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરશે.

