કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બદનક્ષીનો અને માહિતી પ્રૌદ્યોગિક કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં બીજેપીના ધારાસભ્યના નામે નકલી અકાઉન્ટ બનાવવા અને મહિલાઓને મેસેજ મોકલવાના આરોપમાં એક ૨૮ વર્ષની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
સોમવારે કલ્યાણ ડિવિઝનના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બદનક્ષીનો અને માહિતી પ્રૌદ્યોગિક કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેટલીક મહિલાઓએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું કે તેમને તેમના (ગણપત ગાયકવાડ) નામના અકાઉન્ટમાંથી મેસેજ મળ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે કલ્યાણ-પૂર્વ મતવિસ્તારના ધારાસભ્યએ પોલીસનો સંપર્ક કર્યો ત્યાર બાદ શનિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ટૅક્સી-ડ્રાઇવર છે. તેણે ગણપત ગાયકવાડના નામે નકલી ફેસબુક અકાઉન્ટ બનાવ્યું હતું અને મહિલાઓને મેસેજ મોકલ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે.