Thane Fire News: આ આગ લગભગ 3:16 વાગ્યા સુધીમાં કાબૂમાં આવી હતી અને ત્રણ ફર્નિચરની દુકાનો અને એક ભંગારની દુકાનને પ્રચંડ નુકસાન થયું હતું.
આગની પ્રતીકાત્મક તસવીર
આજે શનિવારે મુંબઈમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના (Thane Fire News) સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણે જિલ્લામાં શિલફાટા વિસ્તારમાં કેટલીક દુકાનોના ક્લસ્ટરમાં લગભગ 2:22 વાગ્યે ભયાવહ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ચાર દુકાનો લપેટમાં આવી જતાં તે ચારેય દુકાનો ખાખ થઈ ગઈ છે.
કોઈ જાનહાનિ થઈ નથી
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર થાણેમાં લાગેલી આ આગની ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. માત્ર દુકાનોમાં આગ લાગી હતી. આ આગ લાગવાની જેવી માહિતી શીલ ફાયર સ્ટેશનને મળી તેમ જ તેઓ અગ્નિશામકોની ટીમ સાથે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પહોંચી ગઈ હતી, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના યાસિન તડવીએ જણાવ્યું હતું.
ફાયર વિભાગના જવાનોની મહેનતને અંતે આ આગ લગભગ 3:16 વાગ્યા સુધીમાં કાબૂમાં આવી હતી અને ત્રણ ફર્નિચરની દુકાનો અને એક ભંગારની દુકાનને પ્રચંડ નુકસાન થયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર જ્યાં ભયાવહ આગ ફાટી નીકળી (Thane Fire News) હતી તે સ્થળ પર ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ જ કારણોસર આગ લાગી હોવાનું નોંધાયું છે.
ત્રણ ફર્નિચરની અને એક ભંગારની દુકાન આવી લપેટમાં
શિલફાટા વિસ્તારમાં એક ખાનગી બેંકની નજીક કામચલાઉ શેડ ઊભું કરવામાં આવ્યું હતું. જ્યાં ત્રણ ફર્નિચરની દુકાનો અને એક ભંગારની દુકાનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ આગ લાગવાની જએવી માહિતી મળી કે તરત જ ખાનગી વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ફર્નિચરની સામગ્રી બળી ગઈ
પ્રાપ્ત અહેવાલો અનુસાર 1 ફાયર અને 1 રેસ્ક્યુ વ્હીકલ અને 2 વોટર ટેન્કરની મદદથી જવાનોએ લગભગ 3:30 વાગ્યાની આસપાસ એક જ કલાકમાં આગ (Thane Fire News)ને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. આ આગમાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. પરતું એટલું ખરું કે આ આગને કારણે દુકાનોમાં રખાયેલા માલને નુકસાન થયું હતુ. થામ્પાના ઇમરજન્સી રૂમના અધિકારીઓએ માહિતી આપી હતી કે ફર્નિચરની દુકાનોમાં લાકડાના સોફા, કબાટ, પલંગ અને અન્ય ફર્નિચર સામગ્રીનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો.
હજી તો ગઇકાલની આ ઘટના તાજી જ છે
Thane Fire News: હજી તો ગઈકાલે જ સાઉથ મુંબઈના ગિરગાંવ ખાતે શુક્રવારે વહેલી સવારે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાંથી બચવા માટે એક બિલ્ડિંગના બીજા માળેથી કૂદીને ત્રણ માણસો ઘાયલ થયા હતા. આ આગ ચીરા બજાર વિસ્તારના હેમરાજ વાડીમાં ત્રણ માળની ઓશનિક બિલ્ડિંગમાં સવારે 3.20 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી, અધિકારીઓએ મુંબઈ આગ અંગે અપડેટ શેર કરતી વખતે એમ જણાવ્યું હતું.