Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Thane Fire News: થાણેની બહુમાળી ઈમારતમાં ભભૂકી આગ, 9 લોકોને બચાવી લેવાયાં

Thane Fire News: થાણેની બહુમાળી ઈમારતમાં ભભૂકી આગ, 9 લોકોને બચાવી લેવાયાં

Published : 18 September, 2024 07:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane Fire News: દેવ કોર્પોરા બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ભયાવહ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું તેમ નથી

આગની પ્રતીકાત્મક તસવીર

આગની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ બિલ્ડિંગમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી
  2. 9 લોકોને બચાવી લેવાયા હોઈ રાહતના સમાચાર છે
  3. સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

મુંબઈના થાણે વિસ્તારમાંથી આગ લાગવાની ઘટના (Thane Fire News) સામે આવી છે. અવારનવાર મુંબઈની અનેક બહુમાળી ઇમારતોમાં આગતાંડવ થાય છે. જેને કારણે અસનાખી લોકોના જીવ જાય છે અને ઘણી માલમતાનું પણ નુકસાન થાય છે. હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલ માહિતી અનુસાર મહારાષ્ટ્રના થાણેમાં દેવ કોર્પોરા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 


અત્યારસુધી 9 લોકોને બચાવી લેવાયાં 



પ્રાપ્ત માહિતી અનુસાર થાણેની દેવ કોર્પોરા બિલ્ડિંગ કે જ્યાં આગ લાગી (Thane Fire News) છે તે ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 9 લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. આ સાથે જ ત્યાં રાહતકામગીરી માટે ફાયર બ્રિગેડ તેમ જ પોલીસ અધિકારીઓ હાજર થઈ ગયાં છે. અત્યારે એવા પણ અહેવાલ છે કે અત્યારે આગ ઓલવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ આગની માહિતી મળી રહી છે, થાણેમાં દેવ કોર્પોરા નામની બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. 9 લોકોને બચાવી લેવાયા હોઈ રાહતના સમાચાર છે.


કયા કારણોસર આ આગ લાગી? શું કારણ આવ્યું સામે?

અત્યારે થાણેની આ બિલ્ડિંગમાં નિયંત્રણકાર્ય શરૂ થઈ ગયું છે. પરંતુ આ ભયાવહ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું તેમ નથી, હાલ તો આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


થાણેની બસમાં આગ લાગી  

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT) બસમાં આગ લાગી (Thane Fire News) હોવાની ઘટના પણ તાજી જ છે. આ ઘટના મુંબ્રાના કિસ્મત કોલોની વિસ્તારમાં ગઇકાલે સાંજે લગભગ  6.25 વાગ્યે બની હતી. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ઘટના સમયે બસમાં અંદાજે 90થી 100 મુસાફરો હતા. ડ્રાઈવર, કંડક્ટર અને ફાયર બ્રિગેડની મદદથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

હજી હમણાં જ એક કંપનીમાં ગેસ લીકેજ થયો હતો 

થાણે જિલ્લામાંથી ગેસ લીકેજ થવાની દુર્ઘટના (Thane Fire News) પણ સામે આવી હતી. આ ઘટના 13 સપ્ટેમ્બરના રોજ બની હતી. થાણે જિલ્લાના અંબરનાથ ખાતે આવેલ મોરીવલી MIDC કંપનીમાં આ ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર નિયમિત વેન્ટિંગ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અચાનક ગેસ લીકેજ થવા લાગ્યો હતો. અંબરનાથ MIDC ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ આ માહિતી મલ્ટની સાથે જ ફાયરબ્રિગેડના જવાનો આવી પહોંચ્યા હતા. 

તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં ઘણી કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે, જ્યાં અવારનવાર ગેસ લીકેજ થવાની ઘટના સામે આવતી હોય છે. જોકે, ગેસ લીકેજના કારણે નાગરિકોને ગળામાં બળતરા અને આંખની તકલીફ થવા લાગી હતી. આ પ્રકારની તકલીફ સામે આવતા આ આખી દુર્ઘટના લોકોના ધ્યાનમાં આવી હતી. હજી તો આ ગેસ લીક થવાનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટપણે જાની શકાયું નથી.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK