Thane Fire News: લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ સવારે 7.45 વાગ્યે ઓલવાઈ શકાઈ હતી.
આગની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણેમાંથી આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના (Thane Fire News) સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અહીંની એક હોટલમાં આગ ફાટી નીકળી હતી. સિવિક બોડી પાસેથી મળતી માહિતી અનુસાર આ આગની ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
કઈ હોટેલમાં આગ લાગી હતી?
ADVERTISEMENT
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, “ઉપવન તળાવ પાસે આવેલી બોમ્બે ડક હોટેલમાં સવારે 6.15 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. સ્થાનિક ફાયર કર્મીઓ અને પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી”
ફાયર બ્રિગેડ (Thane Fire News)ની ટીમ દ્વારા લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ સવારે 7.45 વાગ્યે ઓલવાઈ શકાઈ હતી.
હોટેલની માલમત્તા બળીને ખાખ
આગ લગવાને કારણે હોટેલનું ફર્નિચર, એર કંડિશનર, ટેલિવિઝન સેટ, કોમ્પ્યુટર, બાર કાઉન્ટર, રેફ્રિજરેટર્સ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ વગેરે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાતા પરિસ્થિતિને સંભાળી લેવામાં આવી હતી.
બિલાડીનું મોત, શ્વાસ રૂંધાઈ જવાથી ગયા પ્રાણ
આ બીના (Thane Fire News)ને લઈને જે અપડેટ મળી રહ્યા છે તે અનુસાર જોઈએ તો થાણેની હોટલની અચાનકથી આગ લાગી જવાને કારણે સર્વત્ર ધુમાડાનું વર્ચસ્વ જામી ગયું હતું. જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવાને લીધે અંદર એક કૅટની હાલત બગડી જતાં તેનું ત્યાં જ મોત થયું હતું. જ્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અગ્નિશામકોને પાછળથી પરિસરમાં બિલાડીનો શબ મળી આવ્યો હતો.
રવિવારે થાણેની બિલ્ડિંગના એક ફ્લેટમાં લાગી હતી આગ
ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર રવિવારે સાંજે થાણેમાં એક ફ્લેટના રસોડામાં આગ લાગી (Thane Fire News) હતી. ટીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે રાબોડી વિસ્તારમાં સાકેત કોમ્પ્લેક્સમાં બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
ધુમાડાને કારણે બિલ્ડિંગના છઠ્ઠા અને સાતમા માળેથી 15 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ઇમરજન્સી કોલ મળ્યા બાદ સાંજે 6 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ઝડપથી કાબુમાં આવી હતી. જોકે, આ ઘટનામાં પણ આગ કઈ રીતે લાગી હતી તે વિષેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
મહારાષ્ટ્રના થાણે શહેરમાં રવિવારે સવારે પાંચ માળની ઇમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ લગભગ 250 રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું.