Thane Fire: ગોખલે માર્ગ પર અર્જુન ટાવરમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આગની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- આગની ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
- વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે
- આ ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ મળ્યા નથી
મુંબઈના થાણેમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે ગોખલે માર્ગ પર આવેલ અર્જુન ટાવરમાં વહેલી સવારે ભીષણ આગ (Thane Fire) ફાટી નીકળી હતી.
આ આગ સંદર્ભે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ગોખલે માર્ગ પર અર્જુન ટાવરમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કેટલા વાગ્યે લાગી હતી આ આગ?
મળતી માહિતી અનુસાર આ આગ (Thane Fire) સવારે લગભગ 7 વાગ્યે લાગી હતી. સૌ કોઈ હજી તો વહેલી સવારે જાગે ત્યારે આ આગ ફાટી નીકળી હતી. થોડીક જ વારમાં આગના ગોટેગોટા ઉડતા દેખાવા લાગ્યા હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે આગની ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું ન હોઈ હાલ તપાસ ચાલી રહી છે. જેવી આ આગની માહિતી સામે આવી તેમ જ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૌ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ફાયરની પાંચ જેટલી હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કોઈ જાનહાનિ થઈ નથી, શું કહે છે થાણે મહાનગરપાલિકા?
પ્રાપ્ત માહિતી અનુસાર થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, "અત્યાર સુધી તો આ આગની ઘટના (Thane Fire)માં કોઈ ઈજાના અહેવાલ મળ્યા નથી. અત્યારે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા 17 જૂને પણ ફાટી નીકળી હતી આગ
Thane Fire: તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 17 જૂને મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ પાસેથી જે માહિતી સામે આવી છે તે મુજબ આ આગ એક બિલ્ડિંગના ચોથા માળે શરૂ થઈ હતી. 17 જૂનની બપોરે દક્ષિણ મુંબઈમાં ચાર માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં પણ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જો આ આગની ઘટનાની વાત કરી તો સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. આસપાસનો વિસ્તાર જાણે કાળા ધુમાડાથી ઢંકાઈ ગયો હતો. માહિતી મળતાં જ ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને અનેક ફાયર ટેન્ડરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અન્ય આગની ઘટનાઑ વિશે પણ જાણો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 12 જૂનના રોજ ડોમ્બિવલી સ્થિત કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વળી, અધિકારીઓના જણાવ્યા અનુસાર મસ્જિદ વિસ્તારમાં ચકલા સ્ટ્રીટ પર સ્થિત બિલ્ડિંગમાં બપોરે 1 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને તે તેના ત્રીજા અને ચોથા માળ સુધી જ વિસ્તરી હતી.