Thane Crime: મહિલાને પોતાના પતિને મારવા સાથ આપનારા અન્ય બે આરોપીઓમાંથી એક તેની પુત્રીનો મિત્ર જ હતો. જોકે, એવી માહિતી સામે આવી છે કે હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
પેન્શન માટેની પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણેના કલ્યાણ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો (Thane Crime) સામે આવ્યો છે. અહીં એક મહિલાએ અન્ય બે લોકોની મદદથી તેના 61 વર્ષીય પતિની હત્યા (Thane Crime) કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલામાં આરોપી મહિલા વિરુદ્ધ FIR પણ નોંધી લીધી છે. સાથે જ નજીવા ઝઘડાને કારણે મહિલાએ તેના પતિની આગ ચાંપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પેન્શનને લઈને દંપતી વચ્ચે થયો ઝગડો
ADVERTISEMENT
મહિલાને પોતાના પતિને મારવા સાથ આપનારા અન્ય બે આરોપીઓમાંથી એક તેની પુત્રીનો મિત્ર જ હતો. જોકે, એવી માહિતી સામે આવી છે કે હાલ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઘાયલ વ્યક્તિએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની પત્ની હંમેશા તેના સાથે પેન્શનને લઈને દલીલ કર્યા કરતી હતી. થોડા દિવસ પહેલા પીડિતે પોતાના જીવને જોખમ (Thane Crime) હોવાનું જણાવી બે યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.
પીડિત પતિએ કરી હતી આવી ફરિયાદ
હોસ્પિટલમાં દાખલ પતિએ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેની પત્ની તેની સાથે તેના માસિક પેન્શન અને વારંવાર તેમના ઘરે આવતા બે યુવકોને લઈને વાંધો ઉઠાવ્યા કરતી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને યુવકો તેમના ઘરે અવારનવાર આવતા હતા. પીડિતે અગાઉ બંને યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે તેનો જીવ જોખમમાં છે. તેણે કહ્યું કે તેના પર બે યુવકોએ હુમલો (Thane Crime) કર્યો હતો.
પોલીસે હોસ્પિટલમાં દાખલ પીડિતનું નિવેદન પણ નોંધ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે પત્ની તેના માસિક પેન્શનને લઈને દલીલ કરતી હતી અને બે યુવકો વારંવાર ઘરે આવતા હોવાનો વાંધો ઉઠાવીને ઝગડો કર્યા કરતી હતી. પીડિતે જણાવ્યું કે તાજેતરમાં તેણે પોલીસને ફરિયાદ કરી હતી કે બંને યુવકોથી તેના જીવને ખતરો છે.
માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી આવી પોલીસ
માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂછપરછ પણ શરૂ કરી હતી. પોલીસે મહિલા વિરુદ્ધ અન્ય બે લોકોની મદદથી તેના 61 વર્ષીય પતિને આગ લગાવીને મારી નાખવાનો પ્રયાસ (Thane Crime) કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ પીડિતાની પુત્રીના મિત્રો જ છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે
એફઆઈઆરને મુદ્દે એક અધિકારીએ માહિતી આપી હતી કે 8 ડિસેમ્બરની રાત્રે પતિ પર જ્વલનશીલ પ્રવાહી રેડવાનો પ્રયાસ (Thane Crime) કરવામાં આવ્યો હતો. સાથે જ તેની પત્નીએ તેને આગ લગાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પીડિત પતિએ તેના નિવેદનમાં કહ્યું કે તેના પડોશીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. હજી આ કેસ મુદ્દે વધુ તપાસ ચાલુ છે.