Thane Crime News: સ્થાનિકોનો બરાબર મેથીપાક ખાધા બાદ પોલીસે POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ આ ગુનેગાર વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- 23 વર્ષીય નરાધમે થાણે જિલ્લામાં છ વર્ષની કુમળી વયની છોકરી સાથે અડપલાં કર્યા
- સ્થાનિક લોકો એટલા બધા ઉગ્ર થયા હતા કે તેને ઢોર માર માર્યો હતો
- આ આરોપીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે
થાણેમાંથી બહુ જ શરમજનક સમાચાર (Thane Crime News) પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીં 23 વર્ષીય નરાધમે થાણે જિલ્લામાં છ વર્ષની કુમળી વયની છોકરી સાથે અડપલાં કર્યા હતા. આ જ કારણોસર તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ તો પછી, પહેલા સ્થાનિકોએ જ પ્રસાદી આપી
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે અંબરનાથના આ નરાધમને હજી તો પોલીસના હવાલે કરવામાં આવે એ પહેલા જ સ્થાનિક લોકો એટલા બધા ઉગ્ર થયા હતા કે તેને ઢોર માર માર્યો હતો. આ અંગે એક અધિકારીએ માહિતી આપી હતી.
હેવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર આંબરનાથના આ આરોપીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. આ સાથે જ સ્થાનિકોનો બરાબર મેથીપાક ખાધા બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની સંબંધિત કલમો હેઠળ આ શખ્સ વિરુદ્ધ ગુનો (Thane Crime News) નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે કપડાં વગરના આ અંબરનાથના શખ્સનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
યુપીના હેવાને 8 વર્ષની બાળકીને અડપલાં કર્યા હતા
તમને જણાવી દઈએ કે આવી જ એક શરમજનક ઘટના (Thane Crime News) થોડાક દિવસ અગાઉ પણ બની હતી. કલ્યાણના નંદિવલી ગામમાં 19 ઓગસ્ટના રોજ ઘટેલી આ ઘટનામાં 8 વર્ષની બાળકી સાથે ઉત્તર પ્રદેશના શખ્સે છેડતી કરી હતી.
રમકડાં રમતી બાળકી સાથે અડપલાં કર્યા
આ મામલે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે આરોપીનું નામ રમેશ મુરલીધર યાદવ તરીકે સામે આવ્યું છે. આ શખ્સ પીડિત પરિવારના ઘરે રહેવા આવ્યો હતો. જ્યારે છ વર્ષની કુમળી દીકરી તેના રમકડાને કબાટમાં મૂકવા માટે ગઈ હતી ત્યારે આ હેવાને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે બાળકીએ તેના માતાપિતાને જાણ કરી હતી. માતાપિતાએ પોલીસમાં ફરિયાદ કરી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.
આ મામલે (Thane Crime News) જે ફરિયાદ કરવામાં આવી છે તેના આધારે પોલીસે કલમ 74 (મહિલા પર તેની નમ્રતા ભડકાવવાના ઈરાદાથી હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ) અને 79 (મહિલાની નમ્રતાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો હતો. ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) અધિનિયમ હેઠળ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જોકે, આ મામલે ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થયો હતો કારણ કે પીડિતાના માતા-પિતાએ પહેલા પોતાની જાતે જ આરોપીને શોધી કાઢ્યો હતો અને તેને પકડી લીધો હતો અને તેને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.