થાણેમાં પાલિકા દ્વારા જાહેર પરિવહન માટે ૩૦૦ કરતાં વધુ બસ દોડાવવામાં આવે છે
ઈ-બસ
થાણે મહાનગરપાલિકા એના જાહેર પરિવહનના કાફલાની બસને તબક્કાવાર રીતે ઇલેક્ટ્રિક બસમાં ફેરવવાની યોજના ધરાવતી હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
મુંબઈની નજીક આવેલા થાણેમાં પાલિકા દ્વારા જાહેર પરિવહન માટે ૩૦૦ કરતાં વધુ બસ દોડાવવામાં આવે છે અને ગણતરીની ઍર-કન્ડિશન્ડ બસ સહિત એના કાફલામાં ૧૧ ઇલેક્ટ્રિક બસ છે.
થાણે મહાપાલિકાની ટ્રાન્સપોર્ટ સેવાના ચૅરમૅન વિલાસ જોશીએ કહ્યું હતું કે ડીઝલ કે સીએનજી પર દોડતી તમામ બસોના સ્થાને તબક્કાવાર રીતે ઇકો-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસ વસાવવામાં આવશે.
ADVERTISEMENT
ઈ-બસ ઓછું મેઇનટેનન્સ માગતી હોવાથી તેમ જ ફ્યુઅલ પર દોડતી બસોની તુલનામાં ઓછા ખર્ચે ચાલતી હોવાથી થાણે મહાપાલિકા ઘોડબંદર રોડ પર પણ ડબલ ડેકર ઈ-બસ શરૂ કરવાની યોજના ધરાવે છે, જ્યાં છેલ્લાં થોડાં વર્ષોથી ઝડપી વિકાસ નોંધાયો છે.