Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેની ૪૯ જોખમી ઇમારતોને ખાલી કરવાનો નિર્દેશ અપાયો

થાણેની ૪૯ જોખમી ઇમારતોને ખાલી કરવાનો નિર્દેશ અપાયો

Published : 29 May, 2023 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોખમી કાયદેસર ઇમારતોમાં રહેતા લોકો માટે સુધરાઈ દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેમાં જોખમી ઇમારતોમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાનો નિર્દેશ થાણે મહાનગરપાલિકાના કમિશનર અભિજિત બાંગરે અધિકારીઓને આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. થાણે મહાનગરપાલિકાની હદમાં કુલ ૧૯૨ જોખમી અને ગમે ત્યારે તૂટી પડે એવી ઇમારતો આવેલી છે. આમાંથી ૩૭ ઇમારતોને ખાલી કરી દેવાઈ છે, જ્યારે બાકીનાં ૪૯ બિલ્ડિંગોમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે.


જોખમી ઇમારતોમાં રહેતા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે એને ધ્યાનમાં રાખીને એ ખાલી કરાવવા માટેનો નિર્દેશ થાણે સુધરાઈના કમિશનરે અધિકારીઓને આપ્યો હતો. એટલું જ નહીં, આવી ઇમારતોનાં પાણી અને વીજળીનાં કનેક્શન પણ કાપી નાખવાનું તેમને કહેવામાં આવ્યું છે.



જોખમી કાયદેસર ઇમારતોમાં રહેતા લોકો માટે સુધરાઈ દ્વારા રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે ગેરકાયદે જોખમી ઇમારતોમાં રહેનારાઓને તાત્પુરતા સ્કૂલોમાં ખસેડવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK