ક્ષતિઓ બદલ કૉન્ટ્રૉક્ટરો અને અધિકારીઓને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
થાણેમાં ટીએમસીએ શોકૉઝ નોટિસ જારી કરી છે અને શહેરમાં ચાલી રહેલાં કામોમાં ક્ષતિઓ બદલ કૉન્ટ્રૉક્ટરો અને અધિકારીઓને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. થાણેના મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે અગાઉ કૉન્ટ્રૉક્ટરો અને અધિકારીઓને ચેતવણી આપી હતી કે શહેરમાં ચાલી રહેલાં કામોમાં કોઈ પણ ચૂક ચલાવી નહીં લેવાય. મંગળવારે ટીએમસીએ જારી કરેલી સત્તાવાર રિલીઝ મુજબ સરકારે થાણે શહેરમાં રસ્તાઓના સમારકામ અને નિર્માણ માટે ૬૦૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એકનાથ શિંદેએ તેમની મુલાકાત દરમિયાન કામમાં ચૂકને ધ્યાનમાં લીધી હતી અને કમિશનરને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.