થાણેની સેન્ટ્રલ જેલમાં દિવાળીના તહેવાર નિમિત્તે ‘દિવાલી મેલા’નું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું અને એમાં ૮ દિવસ સુધી જેલમાં કેદીઓએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે.
થાણેની જેલમાં વેચવા માટે રાખેલી ચીજવસ્તુઓ.
થાણેની સેન્ટ્રલ જેલમાં દિવાળીના તહેવાર નિમિત્તે ‘દિવાલી મેલા’નું ગઈ કાલે ઉદ્ઘાટન થયું હતું અને એમાં ૮ દિવસ સુધી જેલમાં કેદીઓએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે. જેલમાં સજા ભોગવતા કેદીઓને આખું વર્ષ જેલના ફૅક્ટરી વિભાગ દ્વારા વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે.
ADVERTISEMENT
એ દરમ્યાન જેલમાં રહેતા કેદીઓના કૌશલ્યને સમાજ સુધી પહોંચાડવાના આશયથી દર વર્ષે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવાળી મેળાના વેચાણ માટે કેદીઓએ બનાવેલાં આકર્ષક આકાશ કંદીલ, આકર્ષક રંગીન માટીની વસ્તુઓ, સાગનાં લાકડાંની ખુરસીઓ, મંદિર, પાટલા, રમકડાંની અલગ-અલગ વસ્તુઓ, જૅકેટ્સ અને કૉટન ટૉવેલ, બેકરી પ્રોડક્ટ્સ ઓટ્સ-બિસ્કિટ વગેરે છે. ગઈ કાલે પ્રથમ દિવસે ગ્રાહકોએ મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા વેચાણ-કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ઉત્પાદનોનું નિરીક્ષણ કરી ખરીદી પણ કરી હતી.