10.25 કિમી લાંબી થાણે-બોરીવલી ભૂમિગત જુડવાં સુરંગ પરિયોજના પર કામ મૉનસૂન પહેલા શરૂ થઈ શકે છે. MMRDAએ બે પેકેજમાં ટેન્ડર કાઢ્યા છે. મેટ્રોપૉલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું, "અમે ટ્વિન ટનલ માટે બે પેકેજમાં ટેન્ડર આમંત્રિત કર્યા છે.
પ્રતીકાત્મક તસવીર
ટનલનું કામ પૂરું થતાં થાણેમાં ઘોડબંદર રોડ પર ટ્રાફિક ઘટશે.
10.25 કિમી લાંબી થાણે-બોરીવલી ભૂમિગત જુડવાં સુરંગ પરિયોજના પર કામ મૉનસૂન પહેલા શરૂ થઈ શકે છે. MMRDAએ બે પેકેજમાં ટેન્ડર કાઢ્યા છે. મેટ્રોપૉલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું, "અમે ટ્વિન ટનલ માટે બે પેકેજમાં ટેન્ડર આમંત્રિત કર્યા છે. આ પરિયોજના મુંબઈ મહાનગર ક્ષેત્ર સુધી પહોંચવા માટે એક ઉપયુક્ત વિકલ્પ હશે." (Thane-Borivali Tunnel work could Start before monsoon)
ADVERTISEMENT
આ પ્રૉજેક્ટ માટે 14 જાન્યુઆરી 2023ના ટેન્ડર બોલાવ્યા હતા અને ટેન્ડર જમા કરાવવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. પરિયોજનાનું નિર્માણ 11,000 કરોડ રૂપ્યાથી વધારેના અનુમાનિત ખર્ચ કરવામાં આવશે અને જુડવા સુરંગ યાત્રાના સમયને ઘટાડશે. ટનલનું કામ પૂરું થતાં થાણેમાં ઘોડબંદર રોડ પર ટ્રાફિક ઘટશે.
11.8 કિલોમીટર લાંબા માર્ગમાં થાણેની ટિકુજી-ની-વાડીથી બોરીવલીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) હેઠળ નિર્મિત બેથી ત્રણ લેનની સુરંગ સામેલ હશે.
એમએમઆરડીએ વનસ્પતિઓ અને જીવોમાં ગરબડીથી બચવા માટે બોરિંગ મશીનોનો ઉપયોગ કરીને પાર્કની જૈવ વિવિધતાને નુકસાનથી બચાવવા માટે ખાસ સાવચેતી રાખવામાં આવશે. સુરંગના ટેન્ડરનો સમય સાડા પાંચ વર્ષમાં પૂરો થવાની આશા છે. દર 300 મીટર પર ક્રૉસ ટનલ હશે અને ડિઝાઈનથી વાહન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકશે.
આ પણ વાંચો : ક. જે. સોમૈયા કૉલેજમાં વિદ્યાર્થીઓની ધોલાઈ મામલે થશે કાર્યવાહી
ડ્રેનેજ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર અને જેટ પંખા પણ હશે. કમ્પ્રેસ્ડ ટનલમાં હવાને સાફ અને તાજી રાખવા માટે એક ખાસ ઉપાય કરવામાં આવશે. આ માર્ગ થાણે અને બોરીવલી વચ્ચે 60 મિનિટની યાત્રાના સમયને ઘટાવીને 15થી 20 મિનિટ કરી દેશે અને 10.5 લાખ મેટ્રિક ટન ઈંધણની બચત કરશે. આ પહેલા કાર્બન ડાઇઑક્સાઈડ ઉત્સર્જનમાં 36 ટકાનો ઘટાડો થશે.