થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે કે સાઇનબોર્ડ પર મરાઠી ભાષાનો ઉપયોગ સુનિશ્ચિત કરવાની જવાબદારી નાગરિક નિગમ પર નિર્ધારિત કરવામાં આવી છે
થાણેના મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગર
થાણેના મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે મંગળવારે નવ અસિસ્ટન્ટ કમિશનરોને મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર શહેરમાં દુકાનો તથા અન્ય સંસ્થાઓનાં સાઇનબોર્ડ મરાઠી (દેવનગરી) લિપિમાં બોલ્ડ અક્ષરોમાં દર્શાવવામાં આવે એની ખાતરી કરવા જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે કે સાઇનબોર્ડ પર મરાઠી ભાષાનો ઉપયોગ સુનિશ્ચિત કરવાની જવાબદારી નાગરિક નિગમ પર નિર્ધારિત કરવામાં આવી છે. અભિજિત બાંગરેએ આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો છે અને આદેશો જારી કર્યા છે. આથી તેમણે થાણેના નવ અસિસ્ટન્ટ કમિશનરો પર એસસીના આદેશનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી મૂકી હતી. અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ‘મરાઠી (દેવનાગરી) લિપિમાં બોલ્ડ અક્ષરોમાં સાઇનબોર્ડ દર્શાવવાના નિર્દેશનું પાલન ન કરતી દુકાનો તથા સંસ્થાઓ સામે યોગ્ય પગલાં લેવાં જોઈએ. મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) રૂલ્સ ૨૦૧૮ તથા મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) (સુધારો) અધિનિયમ ૨૦૨૨ના નિયમ ૩૫ અને કલમ ૩૬-સી મુજબ અનુક્રમે રાજ્યમાં સંસ્થાઓનાં સાઇનબોર્ડ બોલ્ડ અક્ષરોમાં મરાઠી દેવનાગરી લિપિમાં હોવાં જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ લગાવવા માટે બે મહિનાની સમયમર્યાદા (જે ૨૫ નવેમ્બરે પૂરી થઈ હતી) આપી હતી.