Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલ ઓછો વાપરવાનું કહેતા થાણેમાં 15 વર્ષની છોકરીએ ઉંદરનું ઝેર પીને કર્યો આપઘાત

મોબાઇલ ઓછો વાપરવાનું કહેતા થાણેમાં 15 વર્ષની છોકરીએ ઉંદરનું ઝેર પીને કર્યો આપઘાત

Published : 14 October, 2024 02:40 PM | IST | Thane
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Thane 15 years old girl commits suicide: આ ઘટના યુવાનોમાં સ્માર્ટફોનના વ્યાપક ઉપયોગ અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર વિશે ચિંતા નિર્માણ કરી છે.

પ્રતીકાત્મક તસવીર મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર મિડ-ડે


દેશમાં સગીર વયના બાળકોમાં આપઘાત કરવાના પ્રમાણમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કિશોર વયને છોકરા છોકરીઓમાં વધતાં મોબાઇલના વપરાશને પગલે તેનો આવું પગલું ભર્યું હોવાના કિસ્સા મોટે ભાગે બને છે. હાલમાં એવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના (Thane 15 years old girl commits suicide) થાણેથી સામે આવ્યો છે જેમાં એક 15 વર્ષની છોકરીને તેની માતાએ મોબાઇલ ઓછો વાપરવાનો કહેતા તેણે ઝેર પીને આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે હવે પોલીસે પણ તપાસ શરૂ કર્યો છે.


મહારાષ્ટ્રના થાણેમાં (Thane 15 years old girl commits suicide) એક 15 વર્ષની છોકરીએ કથિત રીતે વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ઠપકો મળતા આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની માતાએ તેને મોબાઇલ ફોન પર વિતાવતો સમય ઓછો કરવા કહ્યું તે પછી આ છોકરીએ ઝેર પી લીધું હતું. આ ઘટના થાણે જિલ્લામાં આવેલા અંબરનાથ વિસ્તારમાં બની હતી જેમાં 15 વર્ષની યુવતીએ 26 સપ્ટેમ્બરે ઉંદરનું ઝેર ખાઈ લીધું હતું.



આ ઘટના અંગે અંબરનાથ (Thane 15 years old girl commits suicide) પોલીસ સ્ટેશનના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ઝેર ખાધા બાદ યુવતીની તબિયત ખરાબ થઈ હતી જે બાદ તેને તરત જ મુંબઈમાં આવેલી એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ ત્યાં તેનું બીજી ઑક્ટોબરે મૃત્યુ થયું હતું. પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ ઘટના યુવાનોમાં સ્માર્ટફોનના વ્યાપક ઉપયોગ અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર વિશે ચિંતા નિર્માણ કરી છે.


યુવાન વર્ગ સોશિયલ મીડિયા (Thane 15 years old girl commits suicide), ઓનલાઈન પ્રેશર અને સ્ક્રીન ટાઈમના પડકારોને નેવિગેટ કરે છે જેને લીધે તેમની માનસિક સુખાકારી માટે ગહન અસરો થાય છે. આ સાથે અન્ય એક બીજી ઘટનામાં, IIT કાનપુરની 22 વર્ષની પીએચડી વિદ્યાર્થીની તેના હૉસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, તે સ્પષ્ટ આત્મહત્યાના કેસમાં છતના હૂકથી લટકતી મળી આવી હતી. IIT કાનપુરમાં છેલ્લા 12 મહિનામાં આ ચોથો આપઘાતનો કેસ સામે આવ્યો છે.

કાનપુરની આ ઘટનામાં મૃતકની ઓળખ પ્રગતિ ખાર્યા (Thane 15 years old girl commits suicide) તરીકે થઈ હતી, જે અર્થ સાયન્સમાં ડૉક્ટરેટ કરી રહી હતી અને તે સાનિગવાનની રહેવાસી હતી. પોલીસે માહિતી આપી હતી કે પીડિતાએ કથિત આત્મહત્યામાં જે દોરડાનો ઉપયોગ કર્યો હતો તે ઓનલાઈન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને પોલીસે તે આ ઑનલાઇન પૅકૅટ કબજે કરી લીધું છે જેમાં તેને દોરડું  પહોંચાડવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2024 02:40 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK