દિવસે દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હીટ સ્ટ્રોકથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
એક તરફ મુંબઈ (Mumbai)માં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નવી મુંબઈ (Navi Mumbai)માં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહ દરમિયાન હીટ સ્ટ્રોક (Heat Stroke)થી ૧૩ લોકોના મોતના સમાચારે સહુને ચિંતામાં મુકી દીધાં છે. ત્યાબાદ બૃહદ મુંબઈ મહાનગર પાલિકા - બીએમસી (Brihanmumbai Municipal Corporation - BMC)એ મંગળવારે લોકોને હીટ સ્ટ્રોક અને ગરમીથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરી છે.
મહારાષ્ટ્રમાં હીટવેવ (Heatwave)ની સ્થિતિ યથાવત છે અને આગામી દિવસોમાં પણ આ પરિસ્થિતિમાંથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, રાજ્યના દસથી વધુ જિલ્લાઓમાં દિવસનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ જોવા મળ્યું છે. ચંદ્રપુરમાં સૌથી વધુ તાપમાન ૪૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ADVERTISEMENT
તાપમાનમાં વધારાને ધ્યાનમાં રાખીને BMCએ લોકો માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ રહી ગાઇડલાઇન્સ :
- તમારી જાતને હાઇડ્રેટેડ રાખો.
- હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરો. બહાર નીકળતી વખતે શક્ય હોય તો તમારા માથા અને ચહેરાને સુતરાઉ કપડાથી ઢાંકો.
- બહાર નીકળતી વખતે ગોગલ્સ, છત્રી/ટોપી સાથે રાખો. બને તયાં સુધી ચપ્પલને બદલે શૂઝ પહેરવાનું રાખો.
- મુસાફરી કરતી વખતે પાણી અને ડુંગળી સાથે રાખો.
- આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ (કોલ્ડ ડ્રિંક્સ) ટાળો કારણ કે તે ડિહાઇડ્રેશનનું કારણ બને છે.
- ઉચ્ચ પ્રોટીન વાળી અને ફ્રોઝન વસ્તુઓ ખાવાનું ટાળો.
- નાના બાળકો અથવા પાળતુ પ્રાણીઓને બંધ વાહનોમાં મુકીને જવું નહીં.
- જો તમને નબળાઈ અથવા બીમાર લાગે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.
- ઘરે બનાવેલા પ્રવાહી જેમ કે ઓઆરએસ, લસ્સી (દહીંનું પીણું), ચોખાનું પાણી, લીંબુનો રસ, છાશ, નાળિયેરનું પાણી વગેરેનું નિયમિત સેવન કરો. આ પીણાં શરીરને હાઇડ્રેટેડ રાખશે.
- પ્રાણીઓને છાયડામાં રાખો અને તેમને પુષ્કળ પાણી આપો.
- પંખા, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરીને તમારા ઘરને ઠંડુ રાખો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો.
આ પણ વાંચો – દુકાળમાં અધિક માસ આને કહેવાય
જો હીટસ્ટ્રોકથી અસર થાય તો :
- વ્યક્તિને છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ રાખો અને વ્યક્તિને સ્પોન્જ કરો. વ્યક્તિના માથા પર સામાન્ય ઠંડુ પાણી રેડવું કારણ કે વ્યક્તિના શરીરનું તાપમાન નીચે લાવવાની જરૂર છે.
- વ્યક્તિને ઓઆરએસ, લીંબુનું પાણી, ચોખાનું પાણી અથવા શરીરને રિહાઈડ્રેટ કરવા માટે જે યોગ્ય હોય તે આપો.
- વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જાઓ. હીટ સ્ટ્રોક જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે, તેથી દર્દીને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરો.
મહારાષ્ટ્રના આ રાજ્યમાં આટલું છે તાપમાન :
શહેર |
તાપમાન (ડિગ્રી સેલ્શિયસમાં) |
મુંબઈ |
૩૭.૧ |
નવી મુંબઈ |
૪૧.૨ |
પુણે |
૩૯.૨ |
જલગાંવ |
૪૧.૬ |
પરભણી |
૪૧.૭ |
જાલના |
૪૦.૯ |
બીડ |
૪૧.૬ |
નાંદેડ |
૪૦.૦ |
માલેગાંવ |
૪૧.૨ |
આ પણ જુઓ – ઉનાળાના વેકેશન માટે બેસ્ટ છે આ સ્થળો
આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી હજી વધારો થવાની શક્યતા છે.