Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીના ટીનેજરને સાજા થવા જરૂર છે તમારી મદદની

બોરીવલીના ટીનેજરને સાજા થવા જરૂર છે તમારી મદદની

Published : 13 April, 2023 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા પાંચ દિવસથી વેન્ટિલેટર પર રહેલા ૧૩ વર્ષના પાર્થ પરમારનું આ રોગને કારણે શરીર અક્કડ થઈ ગયું હોવાથી અને આ સારવાર લાંબી અને ખર્ચાળ હોવાથી આર્થિક મદદની જરૂર

પાર્થ પરમાર

પાર્થ પરમાર


બોરીવલી-ઈસ્ટમાં દૌલતનગર રોડ-નંબર ૧૦ પર આવેલા પ્રેમજીનગરમાં રહેતા ૧૩ વર્ષના સાતમા ધોરણમાં ભણતા પાર્થ પરમારને શુક્રવારે સાંજે ઝીવ સિન્ડ્રૉમની બીમારીએ ઘેરી લેતાં તેનું શરીર અક્કડ થઈ જવાથી તેને તાત્કાલિક મીરા રોડની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે તેની સારવાર લાંબી અને ખર્ચાળ હોવાથી તેનો પરિવાર આર્થિક સંકડામણ અનુભવી રહ્યો છે અને તેમને મદદની જરૂર છે. હૉસ્પિટલ દ્વારા તેની સારવારનો આઠથી દસ લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ ગણાવાયો છે. છેલ્લા પાંચ દિવસથી પાર્થ વેન્ટિલેટર પર છે.


પાર્થના ​પિતા પ્રફુલ્લ પરમારે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્થ મીરા રોડની સેન્ટ પૉલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણે છે. હાલમાં તેની પરીક્ષા ચાલી રહી હતી. શુક્રવારે તેને તકલીફ થઈ એ પહેલાં તેણે ગુરુવારે પણ પરીક્ષા આપી હતી. જોકે એ વખતે પણ તેણે તેના હાથ-પગ દુખતા હોવાની ફરિયાદ કરી હતી. જોકે તે ક્રિકેટ અને ફુટબૉલ રમતો હોવાથી તેને કદાચ એ કારણે પણ દુખતું હોઈ શકે એવું લાગી રહ્યું હતું. જોકે શુક્રવારે સાંજે તે અચાનક કૉલૅપ્સ થઈ ગયો હતો અને તેના હાથ-પગ બધું જ અક્કડ થઈ ગયું હતું. એથી તરત જ તેને અમે ભક્તિવેદાંત હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરે તાત્કાલિક તેનો એમઆરઆઇ કરાવ્યો હતો. જોકે એમાં પણ રોગ પકડાયો નહોતો. એ પછી ન્યુરૉ સર્જ્યનને બતાવતાં તેમણે ઝીવ સિન્ડ્રૉમની શક્યતા દર્શાવી હતી. એનો રિપોર્ટ કરવ્યા બાદ તે ઝીવ સિન્ડ્રૉમનો ભોગ બન્યો હોવાનું કન્ફર્મ થયું હતું. ડૉક્ટરના જણાવ્યા અનુસાર ઝીવ સિન્ડ્રૉમ (એક પ્રકારના વીષાણુ)એ તેની નર્વસ સિસ્ટમ પર હુમલો કર્યો છે. આ રોગમાં પહેલાં એની અસર પગ પર, ત્યાર બાદ કમર સુધી અને ત્યાર પછી શરીરના ઉપરના ભાગ પર જોવા મળતી હોય છે. જોકે પાર્થે હાથ-પગના દુખાવાની ફરિયાદ કરી હતી, પણ એ વખતે તેના હાથ-પગ અકડાઈ ગયા નહોતા એથી એ બાબતની ગંભીરતાનો અમને ખ્યાલ નહોતો આવ્યો.’



પ્રફુલ પરમારે વધુમાં કહ્યું હતું કે ‘હાલ તેની સારવાર ચાલુ થઈ ગઈ છે. તેને શ્વાસની પણ તકલીફ થવાથી હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ડૉક્ટરે કહ્યું છે કે તેને ખાસ પ્રકારનાં ૧૫ ​જેટલાં ઇન્જેક્શન આપવાં પડશે. એક ઇન્જેક્શનની કિંમત ૧૭,૦૦૦ રૂપિયા છે. વળી એકાદ મહિનો તેને હૉસ્પિટલમાં જ અન્ડર-ઑબ્ઝર્વેશન રહેવું પડશે. સાથે અન્ય દવાઓ પણ હશે એટલે આઠ લાખથી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચો ગણાવ્યો છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે જૉબ કરતો હતો. ૧૫ દિવસ પહેલાં જ મેં નવી જૉબ લીધી છે. એ નવી કંપનીમાં મેં પરિસ્થિતિ જણાવીને હાલ તો રજા લીધી છે, પણ આટલી મોટી રકમ ભેગી કરવી મુશ્કેલ છે. પરિવારમાં મારા નિવૃત્ત પિતા, પત્ની, મોટી દીકરી અને પાર્થનો સમાવેશ થાય છે.’ 


ભક્તિવેદાંત હૉસ્પિટલનાં પીડિયાટ્રિક ડૉક્ટર જ્યોત્સીમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્થની બીમારી એક પ્રકારનો પૅરૅલિસિસ અટૅક કહી શકાય. હમણાં આઇસીયુમાં પાર્થની સારવાર ચાલી રહી છે. શક્ય છે કે કદાચ ઇન્જેક્શન ઓછાં લાગે, પણ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી એકાદ મહિનો વેન્ટિલેટર પર રાખવો પડશે અને એની કૉસ્ટિંગ પણ વધુ છે. એથી એ સારવાર ખર્ચાળ સાબિત થાય એમ છે.’

કઈ રીતે મદદ કરશો?


‘મિડ-ડે’ના વાચકો પાર્થને મદદ કરવા માગતા હોય તો તેમણે નીચે આપેલી વિગતો અનુસાર હૉસ્પિટલના નામે જ મદદ આપવાની છે. સાથે કાળજી એ રાખવાની છે કે એ મદદ પાર્થ પરમારને જ મળે. એ માટે પૈસા જો ઑનલાઇન ટ્રાન્સફર કરવાના હો તો રેફરન્સની કૉલમમાં તેમનું નામ અને પેશન્ટ આઇડી નંબર જરૂરથી લખવો. વળી એ પેમેન્ટ કર્યા પછી એની રિસીટ તેના પિતા પ્રફુલ પરમારને વૉટ્સઍપ પર તરત જ મોકલી દેવી જેથી સારવાર માટે કેટલી મદદ મળી અને કેટલી રકમ બાકી એનો તેઓ ટ્રૅક રાખી શકે.
આરટીજીએસ/એનઇએફટી/ઈસીએસ કરવા વિગત‍ : 
Bhaktivedanta Hospital and Resarch Institute
Axis Bank 
Saving Account Number: 916010017610099
IFSC Code- UTIB00000573
Branch Name: Mira Road- 401107 
Patiant Name- Parth Parmar 
WhatsApp to Praful Parmar – 98339 13125

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2023 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK