કાશીમીરામાં રહેતી ૧૫ વર્ષની ટીનજરને છેલ્લા કેટલાક દિવસથી ૪૦ વર્ષનો એક માણસ પીછો કરીને હેરાન કરી રહ્યો હતો. ટીનેજરે તેનાં માતા-પિતાને આ સંદર્ભે જાણ કરી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કાશીમીરામાં રહેતી ૧૫ વર્ષની ટીનજરને છેલ્લા કેટલાક દિવસથી ૪૦ વર્ષનો એક માણસ પીછો કરીને હેરાન કરી રહ્યો હતો. ટીનેજરે તેનાં માતા-પિતાને આ સંદર્ભે જાણ કરી હતી એટલે તેનાં માતા-પિતાએ સોમવારે વૉચ રાખી હતી અને જ્યારે પેલા માણસે તેનો પીછો કરીને હેરાન કરવાનું ચાલુ કર્યું એટલે તેને પકડીને ધિબેડી નાખ્યો હતો. તેને અર્ધનગ્ન કરીને ફેરવ્યો હતો જેનો વિડિયો પણ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. એ પછી તેમણે તે રોમિયોને પોલીસને હવાલે કર્યો હતો. કાશીમીરા પોલીસે તેની સામે છેડતીનો ગુનો તો નોંધ્યો જ હતો પણ સામે પીડિત ટીનેજર સગીર હતી એથી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.