Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેના UBTના નેતા સુષ્મા અંધારેનું હેલીકૉપ્ટર થયું ક્રેશ, કોઈ જાનહાનિ નહીં

શિવસેના UBTના નેતા સુષ્મા અંધારેનું હેલીકૉપ્ટર થયું ક્રેશ, કોઈ જાનહાનિ નહીં

Published : 03 May, 2024 03:00 PM | Modified : 03 May, 2024 03:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Sushma Andhare Helicopter Crash: પ્રચાર સભામાં પહોંચવા માટે સુષ્મા અંધારે અને તેમના ભાઈ આ જ હેલીકૉપ્ટરથી પ્રવાસ કરવાના હતા

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)


લોકસભા ચૂંટણીના (Lok Sabha Election 2024) એક પ્રચાર કાર્યક્રમમાં પહોંચવા માટે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના નેતા સુષ્મા અંધારે જે હેલીકૉપ્ટર મારફતે પ્રવાસ કરવાના હતા તે હેલીકૉપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના શુક્રવારે સવારે બની હતી. રાયગઢ જિલ્લાના મહાડથી સુષ્મા અંધારે હેલીકૉપ્ટરમાં (Sushma Andhare Helicopter Crash) બેસીને બારામતી જવાના હતા, જોકે તેમના હેલીકૉપ્ટરમાં બેસ્યા પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું. જેને લીધે મોટી હોનારત થતા થતા અટકી ગઈ હતી. સુષ્મા અંધારેનું હેલીકૉપ્ટર ક્રેશ થવાનો વીડિયો તેમણે જ પોસ્ટ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.


યુબીટીના નેતા સુષ્મા અંધારેનું હેલીકૉપ્ટર ક્રેશ થયું ત્યારે તેઓ હેલીકૉપ્ટરની અંદર નહોતા જેથી આ ઘટનામાં કોઈને પણ ઇજા થઈ નહોતી અને હેલીકૉપ્ટરના પાયલોટ પણ સુરીક્ષિત છે, એવી માહિતી સુષ્મા અંધારેએ આપી હતી. મળેલી માહિતી મુજબ લેન્ડ કરતી વખતે સુષ્મા અંધારેના હેલીકૉપ્ટરનું બેલેન્સ બગડી જતાં તે જમીન પર પટકાયું હતું. આ હેલીકૉપ્ટર દુર્ઘટનામાં પાયલોટને પણ કોઈ ઇજા થઈ નહોતી.



હેલીકૉપ્ટર ક્રેશ થવાની ઘટનાનો સંપૂર્ણ વીડિયો સુષ્મા અંધારેએ તેમના ફેસબુક પેજ પર શેર કર્યો હતો. ગુરવારે સુષ્મા અંધારે મ્હાડમાં એક રેલીનું સંબોધન કરી રહા હતા, જેથી તે રાત્રે મ્હાડમાં જ રોકાઈ ગયા હતા અને શુક્રવારે સવારે તેઓ બીજી એક રેલી માટે અમરાવતી જવાના હતાં.


ફેસબૂક પર શેર કરેલા વીડિયો મૂજબ, જે હેલીકૉપ્ટરમાં બેસીને સુષ્મા અંધારે અમરાવતી જવાના હતા તે હેલીકૉપ્ટરનું લેન્ડિંગ વખતે બેલેન્સ બગાડતાં તે હવામાં જ ડોલવા લાગ્યું હતું અને ત્યારબાદ બાદ જમીન પર પટકાતાં તે ક્રેશ થઈ ગયું હતું.

એક અહેવાલ મુજબ આ હેલીકૉપ્ટર યુબીટીના નેતા સુષ્મા સ્વરાજને લેવા માટે આવ્યું હતું, પણ તે ક્રેશ થઈ ગયું હતું. ક્રેશ થયા પહેલા જ પાયલોટ હેલીકૉપ્ટરમાંથી છલાંગ લગાવીને બહાર આવી ગયો હતો, જેથી તેને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી.


હેલીકૉપ્ટર ક્રેશ થવાની ઘટના બાબતે સુષ્મા અંધારેએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે “સવારે પ્રચાર માટે મારે જવાનું હતું, આગામી બે ત્રણ દિવસ સુધી સભા હતી. રાત્રે મ્હાડમાં સભાનું સબોધન કરીને હું ત્યાં જ રોકાઈ ગઈ હતી. સવારે અમરાવતી જવા માટે જે હેલીકૉપ્ટર આવવાનું હતું તેમાં હું અને મારો ભાઈ પ્રવાસ કરવાના હતા, પણ અમે તેમાં બેસીએ તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું, જેથી અમને કોઈને ઇજા થઈ નહોતી અને હેલીકૉપ્ટરના પાયલોટ પણ સુરક્ષિત છે”, સુષ્મા અંધારેએ કહ્યું હતું. શુક્રવારે તેઓ બારામતીમાં પ્રચાર સભામાં ઉપસ્થિત રહેશે એવું પણ તેમણે ઉમેર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 03:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK