સુશાંતનું જ્યારથી નિધન થયું છે, તેનું ઘર પણ ત્યારથી ખાલી પડ્યું છે. કોઈપણ તે ઘરમાં જવા માટે તૈયાર જ નહોતું. પણ નવી માહિતી પ્રમાણે, સુશાંતના ફ્લેટને તેમના મૃત્યુના લગભગ અઢી વર્ષ બાદ એક નવું ભાડૂત મળ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત (ફાઈલ તસવીર સૌજન્ય મિડ-ડે)
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ભલે આ વિશ્વમાં નથી, પણ પોતાના ચાહકોના મનમાં તેમની સ્મૃતિઓમાં આજે પણ જીવે છે. સુશાંતનું જ્યારથી નિધન થયું છે, તેનું ઘર પણ ત્યારથી ખાલી પડ્યું છે. કોઈપણ તે ઘરમાં જવા માટે તૈયાર જ નહોતું. પણ નવી માહિતી પ્રમાણે, સુશાંતના ફ્લેટને તેમના મૃત્યુના લગભગ અઢી વર્ષ બાદ એક નવું ભાડૂત મળ્યું છે.
ફરી ચહેલપહેલ થશે સુશાંતના ફ્લેટમાં
હકિકતે, સુશાંત સિંહ રાજપૂત જે ડુપલેક્સ ફ્લેટમાં રહેતો હતો, તેને એક્ટરના મૃત્યુ બાદ કોઈ ભાડોત્રી મળી રહ્યો નહોતો. લોકો ત્યાં રહેવાથી ગભરાતાં હતાં, કારણકે સુશાંતે 2020માં પોતાના આ જ ઘરમાં કહેવાતી રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT
ઘરના માલિક વિદેશમાં રહે છે. એવામાં તે લાંબા સમયથી ભાડોત્રીની શોધમાં હતા, પણ હવે લાગે છે કે તેમની શોધ પર પૂર્ણવિરામ મૂકાયો છે. એવા રિપૉર્ટ્સ છે કે સુશાંતના ઘરને લાંબા સમય બાદ એક ભાડોત્રી મળ્યો છે.
સુશાંતના ફ્લેટનું આટલું હશે ભાડું
રિયલ સ્ટેટ બ્રોકરે જણાવ્યું કે સુશાંતના ફ્લેટનું ભાડું 5 લાખ રૂપિયા મહિનો છે. મકાન માલિકને 30 લાખ રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટના પણ મળશે. રિયલ સ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે ઈન્ડિયા ટુડેને જણાવ્યું - અમને ભાડોત્રી મળી ગયો છે. વસ્તુઓને ફાઈનલ કરવા માટે અમારા પરિવાર સાથે વાતચીત ચાલી રહી છે. સુશાંતના મોતને હવે ઘણો સમય પસાર થઈ ચૂક્યો છે આથી લોકો હવે રિલેક્સ છે.
લગ્ઝુરિયસ છે ફ્લેટ
જણાવવાનું કે મૉન્ટ બ્લેન્ક અપાર્ટમેન્ટમાં રહેલા આ મકાનનું ભાડું સુશાંત 4.5 લાખ રૂપિયા મહિને આપતો હતો. પણ મકાન માલિકે હવે ફ્લેટનું ભાડું વધારીને 5 લાખ રૂપિયા કરી દીધું છે. આ ફ્લેટ 3600 સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલું છે. આમાં 4 બેડરૂમ છે, જેની સાથે ટેરેસ પણ અટેચ છે. સુશાંત આ ફ્લેટમાં ડિસેમ્બર 2019માં શિફ્ટ થયો હતો. તેની સાથે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને કેટલાક મિત્રો પણ રહેતા હતા.
આ પણ વાંચો : દિશા સાલિયનનું મૃત્યુ થયું ત્યારે હું હૉસ્પિટલમાં હતોઃ આદિત્ય ઠાકરે
માનવામાં આવે છે કે, સુશાંતે 14 જૂન 2020ના પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુશાંત પોતાના અપાર્ટમેન્ટમાં મૃત મળ્યો હતો. પણ એવા દાવા પણ કરવામાં આવ્યા કે તેનું મર્ડર થયું હતું, તેના મૃત્યુનું દુઃખ આજે પણ લોકોના મનમાં તાજું છે. સુશાંતના મૃત્યુનો કોયડો અઢી વર્ષ પછી પણ ઉકેલી શકાયો નથી.