સુરતના જ જે વેપારીઓએ એમાં ઑફિસો લખાવી છે તેમને પણ એ હાલ દૂર પડી રહ્યું છે
સુરત ડાયમન્ડ બુર્સ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જેનું ઉદ્ઘાટન થયું હતું અને વિશ્વના સૌથી મોટા ઑફિસ-બિલ્ડિંગ તરીકે નામના પામેલું સુરત ડાયમન્ડ બુર્સ (SBD)નું મકાન તો બની ગયું, પણ હાલ એ એક કરતાં વધુ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે એને ધમધમતું કરવા સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જૂન મહિનામાં સુરત અને મુંબઈના વેપારીઓ એકસાથે તેમના વેપારધંધા શરૂ કરે એ માટે એને રી-લૉન્ચ કરવામાં આવશે.



