Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રીય એજન્સીએ દાખલ કરેલા ૯૫ ટકા કેસ વિરોધ પક્ષોના નેતાઓ વિરુદ્ધ : સુપ્રિયા સુળે

કેન્દ્રીય એજન્સીએ દાખલ કરેલા ૯૫ ટકા કેસ વિરોધ પક્ષોના નેતાઓ વિરુદ્ધ : સુપ્રિયા સુળે

Published : 25 January, 2024 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રિયા સુળેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું

સુપ્રિયા સુળે

સુપ્રિયા સુળે


એનસીપીનાં નેતા સુપ્રિયા સુળેએ બુધવારે દાવો કર્યો હતો કે સંસદમાં રજૂ કરાયેલા સરકારી ડેટા મુજબ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા ૯૫ ટકા કેસ વિરોધ પક્ષોના નેતાઓ વિરુદ્ધ છે.


સુપ્રિયા સુળેએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સત્યમેવ જયતે (સત્યનો વિજય થશે). આ અમારા માટે સંઘર્ષનો સમયગાળો છે. ભવિષ્યમાં પડકારો આવશે, પરંતુ સત્યના માર્ગ પર ચાલવાનું ચાલુ રાખીશું. સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા ૯૫ ટકા કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે તેથી રોહિત પવારને ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા એ બાબત આશ્ચર્યજનક લાગતી નથી. તેમણે તાજેતરમાં ખેડૂતો અને યુવાનોની દુર્દશાને ઉજાગર કરવા માટે રાજ્યવ્યાપી સંઘર્ષયાત્રા કાઢી હતી અને એને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.’



તેમને પૂછવામાં આવ્યું કે શું પાર્ટી કાર્યકર્તાઓ એનસીપી કાર્યાલયની બહાર શક્તિપ્રદર્શન માટે એકઠા થયા હતા? ત્યારે તેમણે કહ્યું હતું કે એ શક્તિપ્રદર્શન નથી, પરંતુ તેમના (રોહિત પવાર) માટે પ્રેમ અને લાગણી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK