Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હૅકરે સુપ્રિયા સુળેને બ્લૅકમેઇલ કર્યાં ૪૦૦ અમેરિકન ડૉલરની માગણી

હૅકરે સુપ્રિયા સુળેને બ્લૅકમેઇલ કર્યાં ૪૦૦ અમેરિકન ડૉલરની માગણી

Published : 13 August, 2024 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રિયા સુળેએ બાદમાં આ બાબતે પુણે ગ્રામીણના યવત પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

સુપ્રિયા સુળે

સુપ્રિયા સુળે


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નાં બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મારો મોબાઇલ નંબર અને વૉટ્સઍપ અકાઉન્ટ હૅક કરનારાએ મને બ્લૅકમેઇલ કરીને ૪૦૦ અમેરિકન ડૉલરની માગણી કરી છે. અમારી પાર્ટીના જનરલ સેક્રેટરી અદિતિ નલાવડેનું વૉટ્સઍપ પણ હૅક થયું છે અને તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી છે. અમે તેમને રૂપિયા આપવાનું આશ્વાસન આપીને ઍક્ટિવ રાખ્યા છે. હૅકરે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે બૅન્કનો અકાઉન્ટ નંબર પણ મોકલ્યો છે. આ બહુ ગંભીર મામલો છે.’


સુપ્રિયા સુળેએ બાદમાં આ બાબતે પુણે ગ્રામીણના યવત પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકમાં સુપ્રિયા સુળેનો મોબાઇલ નંબર અને વૉટ્સઍપ અકાઉન્ટ શરૂ કરી આપ્યાં હતાં. સુપ્રિયા સુળેએ પોલીસનો આભાર માન્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK