Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કરના અંદાજ બાદ બારામતીમાં સુપ્રિયા સુળે અને સુનેત્રા પવારના વિજયનાં બૅનર લાગ્યાં

એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કરના અંદાજ બાદ બારામતીમાં સુપ્રિયા સુળે અને સુનેત્રા પવારના વિજયનાં બૅનર લાગ્યાં

03 June, 2024 09:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૂંટણી વખતે મત મેળવવા માટે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથે અહીં પૂરી તાકાત લગાવી દીધી હતી

વિજયી થવા માટે અભિનંદન આપતાં બૅનર

વિજયી થવા માટે અભિનંદન આપતાં બૅનર


મહારાષ્ટ્રની બારામતી લોકસભાની બેઠક પર પહેલી વખત પવાર પરિવાર સામસામે ચૂંટણી લડતાં દેશની સૌથી હૉટ બની ગયેલી આ બેઠક પર એક્ઝિટ પોલના અંદાજ મુજબ કાંટાની ટક્કર હોવાનું જણાઈ આવ્યું છે. આથી ૪ જૂને અહીંથી કોણ વિજયી થશે એનો ખ્યાલ આવી જશે, પણ સુપ્રિયા સુળે અને સુનેત્રા પવારના સમર્થકોએ તો લોકસભા બેઠકમાં આવતા ઇન્દાપુરમાં ગઈ કાલે ચૂંટણીમાં વિજયી થવા માટે અભિનંદન આપતાં બૅનર લગાવી દીધાં હતાં. ચૂંટણી વખતે મત મેળવવા માટે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથે અહીં પૂરી તાકાત લગાવી દીધી હતી એવી જ રીતે તેમના સમર્થકોએ ચૂંટણી બાદ બૅનર લગાવી દેવાથી એ ચર્ચાનો વિષય બન્યો છે.


નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવારની ઉમેદવારની જાહેરાત થયા બાદથી જ બારામતી લોકસભા બેઠક સૌથી હૉટ બની ગઈ હતી. દાયકાઓથી શરદ પવારની અહીં મજબૂત પકડ છે, જેને તેમના જ ભત્રીજા અજિત પવારે પડકારી હતી. બન્ને જૂથે પોતાની તરફેણમાં મતદાન થયું હોવાનો દાવો કર્યો છે. કેટલાક એક્ઝિટ પોલમાં સુપ્રિયા સુળેનો હાથ ઉપર હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે મોટા ભાગના લોકોનું માનવું છે કે અહીં કાંટાની ટક્કર છે એટલે કંઈ પણ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2024 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK