એક તરફ જ્યાં સમલૈંગિક વિવાહને માન્યતા મળે તે માટે સુપ્રીમ કૉર્ટમાં ન્યાય માટે લડત ચાલતી હતી તો, બીજી તરફ કૉર્ટની બહાર ન્યાય માટે લડતા સમલૈંગિકોને વિવાહ માટે માન્યતા ન મળે તે માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું.
Supreme Court
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
સુપ્રીમ કૉર્ટે (Supreme Court) સમલૈંગિક વિવાહને કાયદાકીય (Same Sex Marriage Act) માન્યતા અપાવવા માટે બધી અરજીઓ પોતાની પાસે ટ્રાન્સફર કરવા અને 15 ફેબ્રુઆરી સુધીમાં કેન્દ્ર પાસેથી જવાબ માગ્યો છે આની સાથે 13 માર્ચથી સુનાવણી શરૂ થશે તેવી ઘોષણા પણ કરી છે. પરંતુ જ્યારે આ સુનાવણી કૉર્ટમાં ચાલી રહી હતી ત્યારે કૉર્ટની બહાર કેટલાક પોતાને હિંદુ ધર્મી જણાવતા તત્વોએ સુપ્રીમ કૉર્ટની (Supreme Court)ની બહાર વિરોધ નોંધાવ્યો હતો આ મામલે ગે કમ્યુનિટીની સમસ્યાઓને રજૂ કરતા માનવેન્દ્રસિંહ ગોહિલે (Manvendra Singh Gohil) પોતાનું નિવેદન ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને (Gujarati Mid-day) આપ્યું છે જાણો તેમણે ગુજરાતી મિડ-ડેને એવું તે શું જણાવ્યું...
એક તરફ જ્યાં સુપ્રીમ કૉર્ટે શુક્રવારે જુદાં-જુદાં ન્યાયાલયોમાંથી સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા અપાવનારી જુદી-જુદી અરજીઓને પોતાની પાસે સ્થળાંતરિત કરી છે. આ કેસ મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને તેમની પીઠ સામે સૂચીબદ્ધ કરવામાં આવ્યો હતો. પીઠે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ મોકલતા 15 ફેબ્રુઆરી સુધી જવાબ માગ્યો છે. તો હવે આ મામલે સુનાવણી 13 માર્ચના જ થશે. ત્યારે બીજી તરફ એ જ સુપ્રીમ કૉર્ટની બહાર પોતાને યુનાઈટેડ હિંદૂ ફ્રન્ટ અને રાષ્ટ્રવાદી શિવસેનાના આગેવાનો ગણાવતા લોકો બેનર લઈને પોતાનો વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. આ વિરોધન પ્રદર્શનીઓનો વીડિયો શ્રૃતિ કક્કર નામના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરવામાં આવ્યો છે. જેમાં લોકો અનેક પ્રકારના બેનર લઈને ઉભા છે અને કેટલાક રિપૉર્ટર્સને પોતાના નિવેદનો પણ આપી રહ્યા છે. જેમાં તેઓ હિંદુ હોવાનો દાવો કરે છે અને સમલૈંગિક સંબંધો અસામાજિક છે અને આને અયોગ્ય ઠેરવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ADVERTISEMENT
— Shruti Kakkar (@Shrutikakk) January 6, 2023
આ વિરોધ પ્રદર્શન અને સુપ્રીમ કૉર્ટના નિર્ણય મામલે રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે ગુજરાતી મિડ-ડેને જણાવ્યું કે, "આ જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે તે હિંદુ ધર્મને લઈને તેને પાયો ગણાવીને દર્શાવાયો છે તેથી હું તેમને કહેવા માગું છું કે હિંદુ ધર્મ એક એવો ધર્મ છે જેમાં લગભગ અઢી હજાર વર્ષ પહેલા લખાયેલું કામસૂત્ર એ હિંદૂ ધર્મમાંથી જ નીપજેલું, હિંદૂ ધર્મગ્રંથમાંનું જ એક ગણવામાં આવે છે. ત્યારે એ કામસૂત્રમાં એક આખો એવો અધ્યાય છે જેમાં સમલૈંગિકતા વિશે વિગતવાર માહિતી આપેલી છે. એમાં ક્યાંય પણ એવું દર્શાવાયું નથી કે હિંદૂ ધર્મમાં સમલૈંગિકતા પહેલા નહોતી. તમારી સામે ખજૂરાહોનું ઉદાહરણ તો છે જ પણ તેની સાથે એવું ઘણું બધું છે, જેના વિશે આ પ્રદર્શનકારીઓને કદાચ ખ્યાલ નહીં હોય. મને લાગે છે કે આ પ્રદર્શનકારીઓને આ વિશે પૂરતું જ્ઞાન નથી અને તેથી જ તે આ પ્રકારની ઉશ્કેરણીનો શિકાર બનતા હોય છે. માત્ર હિંદૂ ધર્મમાં જ નહીં પણ તે સિવાય પછી તે ઇસ્લામ હોય શીખ હોય કે ઈસાઈ કોઈપણ ધર્મમાં એવું ક્યાંય પણ નથી લખાયેલું કે તમે મનુષ્યો વચ્ચે ભેદભાવ કરો. મનુષ્ય-મનુષ્ય વચ્ચે ભેદભાવ ક્યારે પણ થવો જોઈએ નહીં. આ લોકો જે આવા વિરોધ કરે છે જેમને ખરેખર ધર્મ વિશેનો ખ્યાલ નથી તે મારે માટે બીજું કંઈ જ નહીં પણ હિપોક્રેસી છે. મને આ પ્રકાર હિપોક્રેટ્સ માટે બીજો કોઈ જ શબ્દ સૂજતો નથી આ નક્કર દંભીઓ જ છે, અને દંભ-આડંબર ગમે તેટલો વધે જીત હંમેશાં સત્યની જ થાય છે. અમારી પાસે પુરાવા છે કે સમલૈંગિકતા અને સમલૈંગિક વિવાહ વર્ષો પહેલા પણ માન્ય હતા. આથી અમને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને જીત સત્યની જ થશે. સત્યમેવ જયતે."
સુપ્રીમ કૉર્ટે આ મામલે બધી અરજીઓ પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધી છે આ નિર્ણયને વધાવતા માનવેન્દ્રસિંહ ગોહિલે ઉમેર્યું કે, "સુપ્રીમ કૉર્ટનો આ નિર્ણય દરેક રીતે ખૂબ જ સારો છે. આમ કરવાથી માનસિક અને આર્થિક લાભ તો થશે જ પણ આની સાથે એનર્જી એટલે કે શક્તિનો પણ બચાવ થશે અને આ ત્રણેય વસ્તુઓની હાલ તાતી જરૂરિયાત છે. આમ કરવાથી આર્થિક ફાયદો પણ થશે લોકોએ જુદે જુદે ઠેકાણે ધક્કા નહીં ખાવા પડે અને સાથે જ કૉર્ટે વર્ચ્યુઅલ હાજરીની છૂટ આપીને વસ્તુઓ વધારે સરળ બનાવી છે."
આ પણ જુઓ : Prince Manvendra Singh Gohil: સજાતિયતાને સાહજિકતાથી સ્વીકારાય તે મજબુત સમાજની નિશાની
પીઠે અરજીકર્તાઓને વર્ચ્યુઅલ પ્લેટફૉર્મ પર દલીલ રજૂ કરવાની સ્વતંત્રતા આપી
પીઠે આ મામલે અરજીકર્તાઓને વર્ચ્યુઅલ પ્લેટફૉર્મ પર હાજર થવા અને વકીલને સામેલ કરવા અથવા દિલ્હીનો પ્રવાસ કરવામાં અસમર્થ હોવાની સ્થિતિમાં પોતાની દલીલો રજૂ કરવાની સ્વતંત્રતા પણ આપી છે. જણાવવાનું કે આ મામલે છેલ્લી સુનાવણી 14 ડિસ્મ્બર 2022ના રોજ થઈ હતી. આ દરમિયાન પણ કૉર્ટે સમલૈંગિક વિવાહને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા આપવાની નવી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો હતો.
આ પણ વાંચો : જજોની નિમણૂક મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમને સમયમર્યાદાનું પાલન કરવાની આપી ખાતરી
બધી અરજીઓ એક જ વિષય પર હોવાથી આને સુપ્રીમ કૉર્ટમાં કરાશે ટ્રાન્સફર
શરૂઆતમાં, વકીલોએ પીઠને આ તથ્યથી અવગત કરાવ્યા કે મુખ્ય અરજી સિવાય, અન્ય અનેક અરજીઓ હતી જેમને સુપ્રીમ કૉર્ટમાં સ્થળાંતરિત કરવામાં આવવાની હતી કારણકે તે દિલ્હી ઉચ્ચ ન્યાયાલય, ગુજરાત ઉચ્ચ ન્યાયાલય અને કેરળ ઉચ્ચ ન્યાયાલય અને કેરળ ઉચ્ચ ન્યાયાલય સહિત વિભિન્ન ઉચ્ચ ન્યાયાલયો સામે લંબાવાયેલી હતી. અહીં વકીલોની દલીલ સાંભળતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કારણકે એક જ વિષય પર વિભિન્ન ઉચ્ચ ન્યાયાલયો પાસે અનેક અરજીઓ લંબાઈ રહી છે, આપણે બધી અરજીઓને આ કૉર્ટ સામે સ્થળાંતર કરવાના નિર્દેશ આપીએ છીએ. એક અરજીકર્તાને પણ કોઈપણ મુળ્કેલીને દૂર કરવા માટે જે એક વકીલને સામેલ ન કરી શકે અથવા તે દિલ્હીનો પ્રવાસ ન કરી શકે, તો બધા અરજીકર્તાઓએ હાજર થવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.