સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી
ફાઇલ તસવીર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્યોના અપાત્રતાના મામલામાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં શરદ પવાર જૂથે પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે અજિત પવાર અને તેમની સાથેના NCPના ૪૧ વિધાનસભ્યોને તમને શા માટે અપાત્ર ન ઠેરવવામાં આવે એનો જવાબ આપવાની નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. આ મામલાની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં આ મામલાનો ચુકાદો લાવવામાં આવે એવી માગણી શરદ પવાર જૂથે કોર્ટમાં કરી છે.

