Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બારામતીમાં નણંદ સામે પરાજિત થનારાં સુનેત્રા અજિત પવારને રાજ્યસભાની ટિકિટ

બારામતીમાં નણંદ સામે પરાજિત થનારાં સુનેત્રા અજિત પવારને રાજ્યસભાની ટિકિટ

Published : 14 June, 2024 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે મુંબઈના વિધાનભવનમાં રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે રાજ્યસભામાં પાર્થ પવાર, સુનેત્રા પવાર કે છગન ભુજબળ એમાંથી કોણ જશે એવી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે

સુનેત્રા પવારે ગઈ કાલે રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી

સુનેત્રા પવારે ગઈ કાલે રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી


શરદ પવારના ગઢ બારામતીમાં નણંદ સુપ્રિયા સામે લોકસભાની ચૂંટણીમાં પરાજિત થનારાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે ગઈ કાલે મુંબઈના વિધાનભવનમાં રાજ્યસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે રાજ્યસભામાં પાર્થ પવાર, સુનેત્રા પવાર કે છગન ભુજબળ એમાંથી કોણ જશે એવી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ઉમેદવારી નોંધાવતી વખતે સુનેત્રા પવાર સાથે પક્ષના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરે, વરિષ્ઠ નેતા છગન ભુજબળ, વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ​ઝિરવળ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બુધવારે અજિત પવારના મુંબઈના નિવાસસ્થાને પક્ષના નેતાઓની બેઠક મળી હતી, જેમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે સુનેત્રા પવારની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.


છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘પક્ષના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને રાજ્યના કૃ​ષિપ્રધાન ધનંજય મુંડેએ પ્રસ્તાવને સમર્થન કર્યું હતું. હું રાજ્યસભામાં જવા માગતો હતો, પરંતુ પક્ષના વ​રિષ્ઠોએ નિર્ણય લીધો એ માન્ય રાખવો પડે. સુનેત્રા પવારને રાજ્યસભામાં મોકલવાના નિર્ણયથી હું જરાય નારાજ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK