ડ્રગ કેસમાં શ્રધ્ધા કપૂરને ઠગ સુકેશે કરી હતી મદદ? શા માટે શિલ્પા શેટ્ટી અને હર્મન બાવેજા સાથે હતો સંપર્કમાં જાણો
શ્રદ્ધા કપૂર (ફાઇલ તસવીર)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હાલમાં 200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગના આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખરની બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથેના સંબંધોની તપાસ કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશ ચંદ્રશેખર પહેલાથી જ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીના સંપર્કમાં હતો. હવે તપાસમાં સામે આવ્યું છે કે સુકેશનો સંબંધ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટી સાથે પણ હતો. EDના અધિકારીઓને સુકેશના નિવેદનથી ઘણી નવી બાબતો જાણવા મળી છે.
ED અધિકારીઓને આપેલા નિવેદનમાં સુકેશે જણાવ્યું છે કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. સુકેશે એવો પણ દાવો કર્યો છે કે જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કેસમાં તેનું નામ આવ્યું ત્યારે પણ તેણે શ્રદ્ધાને મદદ કરી હતી. અન્ય બૉલિવૂડ સેલેબ્સ વિશે વાત કરતાં, સુકેશે ખુલાસો કર્યો કે તે અભિનેતા-નિર્માતા હરમન બાવેજાને પણ ઓળખે છે અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મ `કેપ્ટન`નું સહ-નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યો હતો. સુકેશે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેણે શિલ્પા શેટ્ટીનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુકેશે શિલ્પા સાથે તેના જેલમાં બંધ પતિ રાજ કુન્દ્રાના જામીન અંગે વાત કરી હતી.
ADVERTISEMENT
અગાઉ, EDએ સુકેશ વિરુદ્ધ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી પહેલાથી જ સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં હતા અને સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ભેટ પણ લીધી હતી. EDએ આ કેસમાં જેકલીન અને નોરાની પણ પૂછપરછ કરી છે. જેક્લિને પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે તે સુકેશના સંપર્કમાં હતી પરંતુ તેણે કોઈપણ રીતે મની લોન્ડરિંગમાં સંડોવણીનો ઈન્કાર કર્યો છે. નોરાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે સુકેશની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના બદલામાં તેમને BMW કાર ભેટમાં આપી હતી. બોલિવૂડની કેટલીક વધુ હસ્તીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. સુકેશની પૂછપરછ દરમિયાન, EDને એ પણ જાણવા મળ્યું છે કે તે જેકલીન ફર્નાન્ડિસને પ્રભાવિત કરવા માટે 500 કરોડ રૂપિયાની ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યો હતો.