શાળાના સંચાલકો પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે સારા સંબંધોની સાથે એકબીજાના પૂરક બની શાળાને પ્રગતિના પંથે લઈ જાય છે. માટે શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક `મુંબઈ ગુજરાતી સંગઠને` શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને સતત બીજીવાર એનાયત કર્યું.
મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ શાળાના આચાર્યા અને દરેક શિક્ષિકાબહેનોને આ ટ્રોફી એનાયત કરી હતી.
શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ સંચાલિત `શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા` અને `શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા` ને શૈક્ષણિક વર્ષ 2022/ 23 માટે "માતૃભાષાની ઉત્તમશાળા"તરીકે જાહેર કરવામાં આવી.
માતૃભાષાની ઉત્તમ શાળા માટે માતૃભાષામાં ભણતરના શિખરો સર કરતાં કરતાં વિવિધ ક્ષેત્ર જેમ કે, રમત ગમત, નૃત્ય-સંગીત, સ્પોકન ઇંગ્લિશ, નાટ્ય લેખનકાર્ય, વૈજ્ઞાનિક આવિષ્કાર જેવા વિદ્યાર્થીલક્ષી દરેક કાર્યો આ શાળાઓમાં થાય છે. શાળાના સંચાલકો પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે સારા સંબંધોની સાથે એકબીજાના પૂરક બની શાળાને પ્રગતિના પંથે લઈ જાય છે. માટે શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક `મુંબઈ ગુજરાતી સંગઠને` શ્રી.પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને સતત બીજીવાર એનાયત કર્યું.
ADVERTISEMENT
મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબહેન ખેતાણી, અભયભાઈ ખેતાણી અને ભાવેશભાઈ વોરાની હાજરીમાં માધ્યમિક શાળાના આચાર્યા નંદાબહેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા રીટાબહેન રામેકર તેમજ સર્વ શિક્ષિકાબહેનોને ટ્રૉફી એનાયત કરી હતી.
આ વર્ષે "મા, માતૃભાષા વગરનો ચિત્કાર" આ વિષય પર `ચિત્ર બોલે છે`, `વક્તૃત્વ સ્પર્ધા` તેમજ `મૌન દ્વારા ચિત્કાર`માં નાટક અને એક પાત્રી અભિનયનું આયોજન કરવામાં આવ્યું હતું.
માધ્યમિક વિભાગના નીપાબહેન દોશી અને દિપાલીબહેન મહેતા સહભાગી થયાં હતાં. આમાં શાળાની વિદ્યાર્થિનીઓએ દરેક હરીફાઈમાં પારિતોષિક પ્રાપ્ત કર્યા હતાં. ભાવેશભાઈ મહેતા તેમજ તેમની યુવા ટીમની હાજરીમાં ૨૪મી ફેબ્રુઆરીએ પારિતોષિક વિતરણનો કાર્યક્રમ શાળાના ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો.
આ હરીફાઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવનાર ભક્તિ સતીશ લોડાયાને પ્રથમ પારિતોષિકમાં ₹૧૦૦૦, પ્રમાણપત્ર, પુસ્તક અને કપ આપવામાં આવ્યા હતા. શાળાના સિનિયર શિક્ષિકા નીપાબહેન દોશી અને તન્વીબહેન પટેલે ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો : અસ્તિત્વનો ઉત્સવ : અમદાવાદના સ્થાપના દિવસે કવિ સંમેલન અને હેરિટેજ વૉકનું આયોજન
આ સિવાય મનીષા દેવજી ઉંદરિયાને `મૌન દ્વારા ચિત્કાર`ના એકપાત્રી અભિનયમાં વિશેષ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમાં તેને ₹૧૫૦૦, પ્રમાણપત્ર, પુસ્તક અને કપ આપવામાં આવ્યા હતા. શિક્ષિકા વંદનાબહેન પંચાલ અને રંજનાબહેન જેઠવાએ તેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ `ચિત્ર બોલે છે` માં મયુરી કૌશિક રાવલ અને આરુષિ અંબાવી મિનાતને વિશેષ ઈનામ પ્રાપ્ત થયું હતું. તેમાં બન્ને વિદ્યાર્થિનીઓને ₹૫૦૦, પ્રમાણપત્ર, પુસ્તક અને કપ આપવામાં આવ્યા હતા. સંગીતાબહેન વાઘ અને રીનાબહેન નાકરે આ બંને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાથમિક વિભાગની આરાધ્યા મકવાણાને વક્તૃત્વ સ્પર્ધામાં વિશેષ પારિતોષિક મળ્યું હતું. જેમાં તેને ₹૧૦૦૦, પ્રમાણપત્ર, પુસ્તક અને કપ આપવામાં આવ્યા હતાં. તેમજ `ચિત્ર દ્વારા ચિત્કાર`માં પણ વિશેષ પારિતોષિક પ્રાપ્ત થયું હતું તેમાં તેને ૫૦૦, પ્રમાણપત્ર, પુસ્તક આપવામાં આવ્યા હતાં. પ્રાથમિક વિભાગના શ્રીમતી રંજનબહેન રાવલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો : ભારતીબહેન શાહ - 40 વર્ષ પછી છેક હવે 70ની વયે ગુજરાતી ભાષા સાથે કરી રહ્યાં છે MA
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબહેન ખેતાણીએ બંને માધ્યમના આચાર્યા, શિક્ષિકાઓના કાર્યને બિરદાવ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભાવેશભાઈ મહેતા અને તેમની યુવા ટીમનો આભાર માન્યો હતો.

