મુંબઈથી બેંગ્લુરુ જનારી સ્પાઈસજેટ (Mumbai-Bengaluru Flight)ની ફ્લાઈટના ટૉયલેટમાં એક પ્રવાસ એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે ફ્લાઈટના લેન્ડ થયા બાદ જ બહાર નીકળી શક્યો.
સ્પાઈસજેટ (ફાઈલ તસવીર)
સ્પાઈસજેટ (SpiceJet) ઍરલાઈન ચર્ચામાં છે અને હોય પણ કેમ નહીં. આખરે ફ્લાઈટ ટિકિટ લઈને કોઈ પ્રવાસીને પ્લેનના ટૉઈલેટમાં બેસીને આખી જર્ની પૂરી કરવી પડે તો તે ચર્ચામાં તો આવશે જ. હા, મુંબઈથી બેંગ્લુરુ જનારી સ્પાઈસજેટ (Mumbai-Bengaluru Flight)ની ફ્લાઈટના ટૉયલેટમાં એક પ્રવાસ એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે ફ્લાઈટના લેન્ડ થયા બાદ જ બહાર નીકળી શક્યો. હવે સ્પાઈસજેટ તરફથી અસુવિધા વેઠનાર આ પ્રવાસીને સંપૂર્ણ રિફન્ડ આપવામાં આવશે. (SpiceJet Passenger stuck in washroom)