૬ ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિન તરીકે મનાવવામાં આવતી બી. આર. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સેન્ટ્રલ રેલવે મુંબઈમાં આવતી-જતી ૧૮ સ્પેશ્યલ લૉન્ગ ડિસ્ટન્સ ટ્રેનો અને ૧૨ એક્સ્ટ્રા લોકલ સર્વિસ શરૂ કરશે.
ગઈ કાલે દાદરમાં મહાપરિનિર્વાણ દિવસની તડામાર તૈયારી ચાલી રહી હતી. પ્રદીપ ધિવાર
૬ ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિન તરીકે મનાવવામાં આવતી બી. આર. આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સેન્ટ્રલ રેલવે મુંબઈમાં આવતી-જતી ૧૮ સ્પેશ્યલ લૉન્ગ ડિસ્ટન્સ ટ્રેનો અને ૧૨ એક્સ્ટ્રા લોકલ સર્વિસ શરૂ કરશે.
રેલવે પ્રોટેક્શન ફોર્સના ૧૪૦ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસના ૨૫૦ જવાનોને મંગળવારે અને બુધવારે દાદર અને અન્ય સ્ટેશનો પર તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લોકમાન્ય ટિળક ટર્મિનસ અને કલ્યાણ સ્ટેશને પણ આરપીએફના ૨૪ જવાનો તહેનાત હશે.
ADVERTISEMENT
બી. આર. આંબેડકરની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના વિવિધ ખૂણેથી લોકો દર વર્ષે ૬ ડિસેમ્બરે દાદરમાં ચૈત્યભૂમિની મુલાકાત લે છે. મુસાફરોને સરળતા રહે એ માટે દાદર ખાતે ૪૦ જણનો એક્સ્ટ્રા કમર્શિયલ સ્ટાફ, સીએસએમટી ખાતે ૨૦ અને કલ્યાણ, એલટીટી સ્ટેશન બંને પર ૧૦ જણનો સ્ટાફ ફરજ પર હશે.
ચૈત્યભૂમિ પર ઇન્ક્વાયરી અને યુટીએસનાં એક્સ્ટ્રા કાઉન્ટર હશે તો દાદર અને સીએસએમટી સ્ટેશન ખાતે બે એક્સ્ટ્રા યુટીએસ કાઉન્ટરની વ્યવસ્થા હશે. સ્પેશ્યલ ટ્રેનોના ઑટો અનાઉન્સમેન્ટ ઉપરાંત એની માહિતી રેલવે અને ખાનગી ઍપ્સ પર ઉપલબ્ધ કરવામાં આવશે.
દાદર, કલ્યાણ, થાણે અને સીએસએમટી સ્ટેશનો પર મંગળવાર અને બુધવારે ડૉક્ટરો અને પેરામૅડિકલ સ્ટાફને ચોવીસ કલાક તહેનાત રાખવામાં આવશે. બીએમસીએ પીવાના પાણી અને શૌચાલયની જાળવણી માટે પણ સ્ટાફ ખડેપગે રહે એ સુનિશ્ચિત કર્યું છે.