હિન્દુ રાષ્ટ્રની ઝાંકી અને મહારાષ્ટ્રના ઇતિહાસની ઉજવણી કરતો આ રથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ૧૦૦ વર્ષની માહિતી પણ આપશે : ગિરગામ, કુર્લા અને લાલબાગમાં ફરશે
ગુઢીપાડવા અને નવા વર્ષની ઉજવણી માટે થનગની રહેલા મુંબઈમાં આજે એક વિશેષ રથ ફરતો જોવા મળશે.
ગુઢીપાડવા અને નવા વર્ષની ઉજવણી માટે થનગની રહેલા મુંબઈમાં આજે એક વિશેષ રથ ફરતો જોવા મળશે. મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાની પહેલથી તૈયાર કરાયેલા આ ચિત્રરથમાં હિન્દુ રાષ્ટ્રની ઝાંખી કરાવતી માહિતી આપવામાં આવશે. આ વર્ષે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી, બંધારણની રચનાની ૭૫મી વર્ષગાંઠ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાની શતાબ્દી ઊજવવામાં આવી રહી છે. આ બધા પ્રેરણાદાયી પ્રસંગોના ઇતિહાસની થીમ સાથે બનાવવામાં આવેલો આ ચિત્રરથ ગિરગામ, કુર્લા અને લાલબાગના વિસ્તારોમાં ફરશે.
આ રથમાં છત્રપતિ શિવાજી મહારાજ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર, બંધારણ અને સંઘ વિશે માહિતી આપતાં બોર્ડ મૂકવામાં આવ્યાં છે. એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવવામાં આવી છે જે પૂર્ણ સમય માટે ચલાવવામાં આવશે. પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર, ગોલવલકર ગુરુજી, ડૉ. હેડગેવારના પોશાક પહેરેલા કલાકારો પણ અહીં હાજર રહેશે.
ADVERTISEMENT
ગુઢીપાડવાની બાઇક-રૅલી
ગુઢીપાડવાની પૂર્વસંધ્યાએ ગઈ કાલે મહિલાઓએ નાગપુરમાં બાઇક-રૅલીમાં ભાગ લીધો હતો.

