Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણના પત્રી પુલ પરના ગર્ડર સહિત અન્ય કામ કરવા સેન્ટ્રલ રેલવેમાં શનિ અને રવિવારે મધરાત બાદ સ્પેશ્યલ બ્લૉક

કલ્યાણના પત્રી પુલ પરના ગર્ડર સહિત અન્ય કામ કરવા સેન્ટ્રલ રેલવેમાં શનિ અને રવિવારે મધરાત બાદ સ્પેશ્યલ બ્લૉક

Published : 21 December, 2024 12:29 PM | Modified : 21 December, 2024 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્યાણના પત્રી પુલ (રોડ ઓવર બ્રિજ) પર ગર્ડર બેસાડવા સ​હિત અન્ય મહત્ત્વનાં કામ કરવાનાં હોવાથી સેન્ટ્રલ રેલવેએ શનિવાર-રવિવારે મધરાત બાદ સ્પેશ્યલ બ્લૉક લીધો છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


કલ્યાણના પત્રી પુલ (રોડ ઓવર બ્રિજ) પર ગર્ડર બેસાડવા સ​હિત અન્ય મહત્ત્વનાં કામ કરવાનાં હોવાથી સેન્ટ્રલ રેલવેએ શનિવાર-રવિવારે મધરાત બાદ સ્પેશ્યલ બ્લૉક લીધો છે. રાતે ૧.૪૦થી સવારે ૪.૩૦ વાગ્યા સુધી કલ્યાણ અને થાણે વચ્ચે આ બ્લૉક રહેશે. હેવી ગર્ડર બેસાડવાના હોવાથી ત્યારે પાવર-સપ્લાય કાપી નાખવામાં આવશે એટલે એ સમય દરમ્યાન લોકલ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે, જ્યારે લાંબા અંતરની લોકમાન્ય તિલક ટર્મિનસ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ આવતી કેટલીક મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોને કલ્યાણમાં શૉર્ટ ટર્મિનેટ કરી ત્યાંથી જ રિટર્ન મોકલવામાં આવશે.  


સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું છે કે આ બ્લૉક દરમ્યાન ઠાકુર્લી અને કલ્યાણ સ્ટેશન વચ્ચે આવેલા પત્રી પુલનો ગર્ડર બેસાડવાનું, ઉલ્હાસનગરમાં ૧૨ ફુટ પહોળા ફુટ ઓવર બ્રિજનું, કલ્યાણ અને અંબરનાથ વચ્ચેના ફાટકને બદલે બની રહેલા રોડ ઓવર બ્રિજનું અને નેરળમાં ૬ મીટર પહોળા ફુટ ઓવર બ્રિજનું કામ કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK