કોલાબાના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરનારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાંથી નો હોકર્સ ઝોનના પાટિયાં પરથી પ્રતિબંધ દર્શાવતા નો અને નાને ઉડાડી દેવાયો છે જે જાહેર મિલકતને નુકસાન કર્યું હોવાનો ગુનો પણ બને છે
પરવેઝ કૂપરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે નો હૉકર્સ ઝોનના પાટિયાની તસવીર શૅર કરી હતી
કી હાઇલાઇટ્સ
- કોલાબા કૉઝવેમાં ફેરિયાઓની દાદાગીરીથી રહેવાસીઓ કંટાળ્યા
- નો હૉકર્સ ઝોનના પાટિયા સાથે ચેડાં કરવામાં આવ્યા
- રહેવાસીઓનો દાવો છે કે તેમણે બીએમસીને અનેકવાર રજૂઆત કરી છે
આમ તો મુંબઈના (Mumbai) મોટાભાગનાં સબર્બન સ્ટેશનની બહાર જાતભાતની દુકાનો હોય છે, રસ્તે પાટિયા નાખીને કપડાં, ચપ્પલ વેચનારા ફેરિયાઓ હોય છે. પણ શહેરના મોટાભાગના ફેરિયાઓ (હૉકર્સ) બૃહ્ન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ‘A’ વોર્ડમાં જ જોવા મળે છે. આ ‘A’ વોર્ડ એટલે કે દક્ષિણ મુંબઈનો કૉલાબા કૉઝવે (South Mumbai Colaba Causeway)અને ફેશન સ્ટ્રીટ વાળો વિસ્તાર. શહેરના સૌથી વ્યસ્ત બે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને ચર્ચગેટની આસપાસના આ વિસ્તારની ગલીઓમાં ફેરિયાઓ હારબંધ બેઠેલા હોય છે. આ વિસ્તાર મુંબઈની ઓળખ સુધ્ધાં બની ગયા છે વિદેશીઓ પણ સાંકડી ગલીઓમાં પથરાયેલા આ ‘માર્કેટ’ની મુલાકાત લેવા પહોંચી જાય છે. જો કે વાત મુલાકાતીઓ કે ફેરિયાઓની નથી કારણકે એ લોકો એ જ કરે છે જે તેમને કરવું છે પણ એ વિસ્તારમાં રહેનારાઓ માટે આ એક પરેશાની છે તેમ રહેવાસીઓનો દાવો છે. વળી આ રહેવાસીઓએ પોતાની હેરાનગતી વિશે BMCને એકથી વધુ વખત રજૂઆત કરી છે પણ તેમને કોઇ જવાબ મળ્યા નથી. કોલાબના રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરનારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાંથી નો હોકર્સ ઝોનના પાટિયાં પરથી પ્રતિબંધ દર્શાવતા નો અને નાને ઉડાડી દેવાયો છે જે જાહેર મિલકતને નુકસાન કર્યું હોવાનો ગુનો પણ બને છે જો કે આ અંગે હજી કોઇ પગલાં લેવાયા નથી.. આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે BMCના અધિકારી અને ક્લિન હેરિટેજ કોલાબા રેસિડન્સ્ટ એસોસિએશનના સભ્ય બંન્ને સાથે વાત કરી.