સાઉથ મુંબઈના મોન્ડેગર કૅફે(South Mumbai Cafe Mondegar)માં કેટલાક લોકોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહીં, કારણ કે તેઓ હોળી રમીને આવ્યાં હતા અને તેમના કપડાં હોળીના રંગોમાં રંગાયેલા હતાં.
કૅફે મોન્ડેગર અને જેમની સાથે ઘટના બની તેમાંના બે વ્યક્તિ
South Mumbai Cafe Mondegar: મુંબઈ સહિત સમગ્ર દેશમાં લોકોએ હોળીની ધામધુમથી ઉજવણી કરી. પરંતુ આ દરમિયાન સાઉથ મુંબઈના કૅફેમાં બનેલી એક ઘટના સામે આવી છે. વાત એમ છે કે હોળીના દિવસે કપડાં રંગો વાળા હોવાથી ગ્રાહકોને કૅફેમાં પ્રવેશથી અટકાવવામાં આવ્યો હતો. સાઉથ મુંબઈના મોન્ડેગર કૅફેમાં રંગો વાળા કપડાંને કારણે કસ્ટમરને એન્ટ્રી આપવામાં ન આવી.
25 માર્ચે એટલે કે સોમવારે દક્ષિણ મુંબઈના કૅફે મોન્ડેગર (South Mumbai Cafe Mondegar)માં અરાજકતાની સ્થિતિ ઉભી થઈ જ્યારે કેટલાક લોકોને તેના સ્ટાફ દ્વારા પરિસરમાં પ્રવેશવાની ના પાડવામાં આવી. હોળી રમ્યા પછી લોકોનું એક ગ્રુપ કૅફે મોન્ડેગરમાં ભોજન લેવા માંગતું હતું, પરંતુ કથિત રીતે તેમને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા કારણ કે તેઓએ હોળીના રંગોથી રંગાયેલા ભીના કપડાં પહેર્યા હતા. જોકે,આ આરોપને કૅફે મેનેજમેન્ટ દ્વારા આંશિક રીતે નકારી કાઢવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કૅફેમાં ગયેલા ગ્રુપમાંના એક વ્યક્તિએ એક્સ વિડિયો પોસ્ટ કર્યો, જેમાં સ્પષ્ટ જોવા મળે છે ગ્રુપને કેવી રીતે કૅફેમાં એન્ટ્રી કરવાથી રોકવામાં આવે છે અને પછી નાની-મોટી રકઝક થતી જોવા મળે છે. ગ્રુપના લોકો વિડિઓમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે, જ્યારે રેસ્ટોરન્ટ સ્ટાફે સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કરતો દેખાય છે.
વ્યવસાયે ફોટોગ્રાફર સાગર (@Wildontheright) નામના એક્સ યુઝરે પોતાનો અનુભવ શેર કરતા આનો વિડિયો પોસ્ટ કર્યો હતો, પરંતુ પોસ્ટ કર્યા પછી તરત જ તેણે વિઝ્યુઅલ ડિલીટ કરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે સોમવારે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. મુંબઈમાં લોકો રંગોના તહેવારની ઉજવણી કરવા માટે દરિયા કિનારે ઊમટી પડ્યા હતા.પાંચ દિવસના હોળી તહેવારની શરૂઆત રવિવારે હોલીકા દહન સાથે થઈ હતી - હોળીનો જન્મ અગ્નિ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. મુંબઈની જાણીતી સોસાયટીઝમાં હર્ષોલ્લાસ સાથે સંગીતમય માહોલમાં અને રંગોનો ઉત્સવ ઉજવ્યો. રંગ પંચમી, જે સંસ્કૃત શબ્દો રંગ અને પંચમી પરથી આવ્યો છે. વિવિધ રંગો સાથે ઉજવાતો આ તહેવાર મુંબઈગરાઓએ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો હતો. મુંબઈમાં રંગપંચમી ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જે શહેરની જીવંત ભાવના અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.