South Mumbai: મહાપાલિકા માર્ગ, મરીન લાઈન્સ અને ક્રોફર્ડ માર્કેટ જેવા વિસ્તારો સહિત દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારોએ ગુરુવારની રાત્રે અંધારાનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ શહેરની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- લગભગ સાંજે 8:35 વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ હતી
- મરીન લાઇન્સની આસપાસના વિસ્તારોમાં 20:35 કલાકથી જ વીજ પુરવઠો બંધ થઈ ગયો
- વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે
તાજેતરમાં જ મુંબઈને એશિયાની ધનાઢ્ય લોકોની રાજધાની તરીકેનું બિરુદ મળ્યું હતું. હવે આ જ મુંબઇ શહેરમાં ગઇકાલે રાત્રે દક્ષિણ પરા વિસ્તારો (South Mumbai)માં વીજળી ગુલ થવાના સમાચાર મળ્યાં છે.
કયા કયા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ?
ADVERTISEMENT
પ્રાપ અહેવાલો અનુસાર દક્ષિણ મુંબઈ (South Mumbai)ના અનેક વિસ્તારોમાં ગઇકાલે રાત્રે લાઇટ ગુલ થઈ ગઈ હતી. આ વિસ્તારો એટલે જ કે મહાપાલિકા માર્ગ, મરીન લાઈન્સ અને ક્રોફર્ડ માર્કેટ જેવા વિસ્તારો સહિત દક્ષિણ મુંબઈના કેટલાક વિસ્તારોએ ગુરુવારની રાત્રે અંધારાનો સામનો કરવો પડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રની રાજધાની એવા મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં લગભગ સાંજે 8:35 વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગઈ હતી.
વીજળી પુરવઠો ઠપ થયા બાદ ફરી પુરવઠો પુન: શરૂ કરવા માટે પ્રયાસો ચાલુ છેશરૂ કરી દેવામાં આવ્યા હતા. મુંબઈમાં ઈનલેન્ડિંગ સિસ્ટમની સુવિધા હોવાથી સામાન્ય રીતે વીજ પુરવઠામાં સાતત્ય સુનિશ્ચિત કરવામાં અંદદ મળી રહે છે.
કેટલા વાગ્યાથી વીજ ગુલ થઈ હતી?
ગઇકાલે દક્ષિણ મુંબઈ (South Mumbai)ના મહાપાલિકા માર્ગ, જીટી હોસ્પિટલ, ક્રોફર્ડ માર્કેટ અને મરીન લાઇન્સની આસપાસના વિસ્તારોમાં 20:35 કલાકથી જ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ તેને પુનઃપ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસોએ વેગ પકડ્યો હતો. સતત તેને ફરીથી સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વીજ પુરવઠાની પુનઃસ્થાપના 21:05 કલાક પછી થઈ ગઈ હતી.
શા માટે વીજળી ડૂલ થઈ? શું છે કારણ?
પાવર ડિસ્કોમ બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા અચાનક રીતે આ વિસ્તારો (South Mumbai)માં પાવર ફેલ્યોર થવાનું કારણ દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે, “સપ્લાય લાઈનમાં ટ્રીપિંગ થવાને કારણે આ રીતે વીજ ગુલ થવાની સમસ્યા સર્જાઈ હતી.” આ સાથે જ બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ટાટા પાવરની કારનાક બંદર સર્વિસમાંથી 33 કિલોવોલ્ટ ફીડર, જે તેના દ્વારા સંચાલિત જીટી હોસ્પિટલ રીસીવિંગ સ્ટેશન પર આવે છે, તે ટ્રીપ થઈ ગયું હતું જેને પરિણામે વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે”
ટાટા પાવર દ્વારા પણ આ પાવર ફેલ્યોર અંગે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે ટાટા પાવર દ્વારા પણ મોડી રાત્રે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં જણાવ્યું હતું કે બેસ્ટની 33KV કેબલ ફોલ્ટને કારણે વીજળી પુરવઠો પ્રભાવિત થયો હતો. ટાટા પાવર ગ્રીડમાંથી વૈકલ્પિક સ્ત્રોત દ્વારા પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સાથે જ નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતોઈ કે મહારાષ્ટ્રના આ ફાયનાન્શિયલ કેપિટલ ગણાતા મુંબઇ (South Mumbai)માં આઇસલેન્ડિંગ વ્યવસ્થા હોવાથી સામાન્ય રીતે વીજ પુરવઠામાં થતી તકલીફને જલ્દી જ ઉકેલી લેવામાં અંદદ મળે છે.