Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં છૂટાંછવાયાં ઝાંપટાં, થાણેમાં ૪૮.૭૭ મીમી વરસાદ પડ્યો

મુંબઈમાં છૂટાંછવાયાં ઝાંપટાં, થાણેમાં ૪૮.૭૭ મીમી વરસાદ પડ્યો

Published : 12 June, 2024 11:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદને કારણે પાણી ભરાવાની અને ઝાડ પડવાની ઘટનાઓની કુલ ૨૩ ફરિયાદ આવી હતી

વરસાદી માહોલ

વરસાદી માહોલ


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મૉન્સૂન ધીમે-ધીમે જામી રહ્યું છે. ગઈ કાલે થાણે સિટીમાં બપોરે ૩.૩૦ વાગ્યા સુધી ૪૮.૭૭ મિલીમીટર (એમએમ) વરસાદ નોંધાયો હતો. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા યાસીન તડવીના જણાવ્યા અનુસાર ‘અત્યાર સુધીમાં થાણેમાં ૧૪૧.૯૦ એમએમ વરસાદની નોંધ થઈ છે. વરસાદને કારણે પાણી ભરાવાની અને ઝાડ પડવાની ઘટનાઓની કુલ ૨૩ ફરિયાદ આવી હતી. આ સિવાય ગઈ કાલે શહેરમાં છૂટાંછવાયાં ઝાંપટાં આવ્યાં હતાં.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ સહિત MMRમાં આજે છૂટાં‍છવાયાં ઝાંપટાં પડતાં રહેશે. કોઈ-કોઈ જગ્યાએ ગાજવીજ અને કડાકાભડાકા સાથે પણ વરસાદનાં ઝાંપટાં પડી શકે છે. મૉન્સૂન બેસવાના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે ​કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK