ગઈ કાલે કોવિડના ૭૧ કેસ નોંધાયા છે અને આમ ઍક્ટિવ કેસનો આંકડો ૨૪૬ થયો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ૨૫ ફેબ્રુઆરીએ કોવિડના માત્ર ૩૨ કેસ ઍક્ટિવ હતા જે ૧૮ માર્ચે ૨૪૬ થઈ ગયા છે. જોકે સારી વાત એ છે કે એમાંના ૯૦ ટકા કેસ અસિમ્પ્ટોમેટિક કેસ છે અને તેમને હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી. હાલ એક દરદી છે જે કોવિડને કારણે ક્રિટિકલ છે એમ બીએમસી દ્વારા જણાવાયું છે.
મુંબઈમાં શનિવારે કોવિડના ૭૧ કેસ નોંધાયા છે અને આમ ઍક્ટિવ કેસનો આંકડો ૨૪૬ પર પહોંચી ગયો છે. એ ૭૧ કેસમાંથી ૬૫ અસિમ્પ્ટોમેટિક કેસ છે. હાલ કોવિડના જે ૧૭૭ કેસ નોંધાયા છે એ બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોના છે. એમાંથી ૨૧ કેસ કોલાબા અને ફોર્ટને આવરી લેતા પાલિકાના ‘એ’ વૉર્ડમાં નોંધાયા છે. બીએમસી દ્વારા કહેવાયું છે કે હાલ પિરિસ્થિતિ ચિંતાજનક નથી, પણ સાવચેતી રાખવી હિતાવહ છે અને એથી માસ્ક પહેરવો કમ્પલ્સરી નથી પણ સુરક્ષા માટે પહેરો તો તમારી જ ભલાઈ છે.