નાશિકમાં મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પરના ફ્લાયઓવર પર પિકઅપ અને આઇશરનો ગઈ કાલે અકસ્માત થયો હતો જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
નાશિકમાં મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પરના ફ્લાયઓવર પર પિકઅપ અને આઇશરનો ગઈ કાલે અકસ્માત થયો
નાશિકમાં મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પરના ફ્લાયઓવર પર પિકઅપ અને આઇશરનો ગઈ કાલે અકસ્માત થયો હતો જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં જીવન ગુમાવનારા લોકો નાશિકના નિફાડ પાસેના એક મંદિરમાં દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ફલાયઓવર પર લોખંડના સળિયા ભરેલા આઇશરને પાછળથી લોકોની પિકઅપ જીપે ટક્કર મારવાને લીધે આ અકસ્માત થયો હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતને લીધે ફ્લાયઓવર પર ટ્રાફિક જૅમ થઈ જતાં વાહનોની લાંબી લાઇન લાગી હતી. આ ઍક્સિડન્ટમાં કેટલાકને ઈજા પણ થઈ હતી જેમને નાશિકની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું. આ અકસ્માત કેવી રીતે થયો એ જાણવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.