જે કેસમાં પહેલા દિવસથી આદિત્ય ઠાકરે સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ દિશા સાલિયનના મૃત્યુકેસની એસઆઇટી પાસે તપાસ કરાવવાની જાહેરાત કરી
દિશા સાલિયન, આદિત્ય ઠાકરે
સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના જૂન ૨૦૨૦માં થયેલું મૃત્યુ વાસ્તવમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની) અને એકનાથ શિંદે સેના સાથે જોડાણ કરનાર બીજેપી વચ્ચે વિવાદનો મુદ્દો બન્યો છે. સત્તાધારી પક્ષોએ વિધાનસભાનાં સેશન્સ મુલતવી રહ્યાં હોવા છતાં મૃત્યુના કેસની તપાસ કરવાની માગણી કર્યા બાદ ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નવા પુરાવા પર કામ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની જાહેરાત કરી હતી.
ગૃહની બહાર બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ આ કેસમાં તપાસ માટે ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ આગળ ધર્યું હતું. જોકે ગૃહમાં વારંવાર તેમના નામનો ઉલ્લેખ કર્યા વિના જ એનો સંદર્ભ આપવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. નીતેશ રાણેના પક્ષના સાથી અમિત સાટમ અને દેવયાની ફરાંદેએ પણ આ માગણી માટે દબાણ કર્યું. બંને પક્ષો દ્વારા સર્જાયેલી ધાંધલને કારણે ગૃહની કામગીરી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. દિવસની શરૂઆતમાં નીચલા ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું અને વિપક્ષે વરિષ્ઠ પોલીસ-અધિકારી રશ્મિ શુક્લાને સંડોવતા ફોન-ટૅપિંગ કેસની ચર્ચા કરવાનું નામંજૂર કરાતાં વૉકઆઉટ કર્યો હતો. પુણેની એક કોર્ટે આ કેસમાં ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો છે, જેના પગલે પવારે સરકાર પર અધિકારીને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે રશ્મિ શુક્લાના રાજકીય હૅન્ડલરને જાણવાની માગ કરી હતી.
ADVERTISEMENT
નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે ‘પોલીસ પહેલેથી જ દિશા સાલિયનના મૃત્યુના કેસની તપાસ કરી રહી છે. જે કોઈ પુરાવા હોવાનો દાવો કરે છે તેણે તે સબમિટ કરવા જોઈએ. મૃત્યુની તપાસ માટે એક એસઆઇટીનું ગઠન કરવામાં આવશે.’
અજિત પવારે આ જાહેરાત સામે વાંધો ઉઠાવતાં કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) જેવી તપાસ-એજન્સીએ તારણ કાઢ્યું છે કે દિશાનું મૃત્યુ આકસ્મિક હતું અને સાલિયાનનાં માતા-પિતાએ રાજકારણીઓને વિનંતી કરી હતી કે તેઓ એક મૃત વ્યક્તિનું અપમાન કરવા માટે તેમની પુત્રીના મૃત્યુનો ઉપયોગ ન કરે. તેમણે ઉમેર્યું હતું કે જો ઉત્પીડન ચાલુ રહેશે તો તેઓ આત્યંતિક પગલું પણ ભરી શકે છે અને જેઓ રાજકારણ માટે કેસનો ઉપયોગ કરે છે તેઓ આ અપ્રિય ઘટના માટે જવાબદાર રહેશે. દેવેન્દ્ર ફડણવીસે ડીસીએમ અને શાસક પક્ષોએ મૃતકનાં માતાપિતાની ઇચ્છાને માન આપવા જણાવ્યું હતું.
બંધ કરાયેલા કેસોને ફરીથી ખોલી એના પર રાજનીતિ ન કરો એમ કહીને અજિત પવારે ઉમેર્યું હતું કે જો આવું હોય તો આવા તમામ કેસોની તપાસ થવી જોઈએ.
સંસદસભ્ય રાહુલ શેવાળે વિરુદ્ધ આદેશ
દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં એસઆઇટીનો આદેશ આપ્યા બાદ ઠાકરે સેના અને અન્ય વિરોધ પક્ષોએ શિંદે ગ્રુપના લોકસભાના સભ્ય રાહુલ શેવાળે સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ઠાકરે સેનાના વિધાન પરિષદનાં સભ્ય મનીષા કાયાંડે અને અનિલ પરબે ડેપ્યુટી ચૅરમૅન નીલમ ગોરહેને વિનંતી કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગૃહમાં સંસદસભ્યનું નામ નહોતું આપ્યું, પરંતુ પક્ષના સભ્યોએ તેમના નિવેદનમાં આ સંસદસભ્યના નામનો ઉલ્લેખ કર્યો હતો.
આ કિસ્સામાં એવો આરોપ હતો કે એક મહિલાએ રાહુલ શેવાળે પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, પરંતુ પોલીસે તેનો કેસ નહોતો નોંધ્યો. આથી તેમણે શાસક પક્ષોના રાજકીય દબાણને વશ થયા વિના એફઆઇઆર દાખલ કરવામાં આવે એવી માગણી કરી હતી. આ બધી ધાંધલ વચ્ચે નીલમ ગોરહેએ પોલીસ એસઆઇટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો. જોકે ઠાકરે સેનાના સભ્ય નીલમ ગોરહે દ્વારા જારી કરાયેલા નિર્દેશનું પાલન કરવું એ સરકાર પર નિર્ભર રહેશે.