મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં પણ ૦.૭૦ ટકા લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીમાં ઊભા રહેલા કોઈ પણ નેતા પસંદ ન હોય તો મતદાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ની સૌથી નીચે રાખવામાં આવેલું નન ઑફ ધ અબોવ (NOTA) બટન દબાવી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં ગઈ કાલે જાહેર થયેલાં રિઝલ્ટ્સમાં ૨૦૧૯ની ચૂંટણીની તુલનાએ NOTA મતમાં પચાસ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાઈ આવ્યું છે. ૨૦૧૯માં થયેલા કુલ મતદાનમાંથી ૧.૪ ટકા એટલ કે ૭,૫૦,૦૦૦ લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થયો હોવા છતાં ૦.૭૧ ટકા એટલે કે ૪,૬૦,૯૮૦ લોકોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન આવતાં તેમણે NOTAનું બટન દબાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં પણ ૦.૭૦ ટકા લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું.