બે વર્ષ પહેલા લખેલા પત્રમાં શંકા વયક્ત કરી હતી કે, આફતાબ તેના શરીરના ટુકડે-ટુકડા કરી દેશે
શ્રદ્ધા વાલકરે પોલીસને લખેલો પત્ર, તુલિંજ પોલીસ સ્ટેશન (તસવીર : હનીફ પટેલ)
બહુચર્ચિત શ્રદ્ધા વાલકર (Shraddha Walkar) મર્ડર કેસમાં દરરોજ નવા વળાંકો અને ખુલાસા આવે છે. હવે જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાએ બે વર્ષ પહેલા મુંબઈ પોલીસમાં બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા (Aftab Poonawala) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શ્રદ્ધાએ મુંબઈ પોલીસને પત્ર લખીને જણાવ્યું હતું કે, આફતાબ તેને મારતો હતો. જો પોલીસે સમયસર કોઈ કાર્યવાહી ન કરી તો તે તેને મારી નાખશે.
શ્રદ્ધા વાલકરે ૨૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ તુલિંજ પોલીસ સ્ટેશનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, આફતાબે તેની સાથે મારપીટ કરી હતી. ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આફતાબે તેને જાનથી મારી નાખવાની અને ટૂકડા કરી નાખવાની ધમકી આપી હતી. તે સતત શ્રદ્ધાને બ્લેકમેલ કરતો હતો.
ADVERTISEMENT
આ પત્ર પ્રમાણે, `તે મને ડરાવે છે અને બ્લેકમેલ કરે છે કે તે મને મારી નાખશે, મારા ટુકડા કરી દેશે અને ફેંકી દેશે. છ મહિનાથી તે મને મારે છે. મારામાં પોલીસ પાસે જવાની હિંમત નહોતી કારણ કે તેણે મને મારી નાખવાની ધમકી આપી હતી. તેના માતા-પિતાને ખબર છે કે તે મને મારતો હતો અને તેણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો. અમે સાથે રહેતા હતા તે વિશે પણ તેઓ જાણે છે અને તેઓ સપ્તાહના અંતે અમારી મુલાકાત લે છે. હું આજ સુધી તેની સાથે રહું છું કારણ કે અમે જલ્દી લગ્ન કરવાના હતા અને તેના પરિવારના આશીર્વાદ તેમજ સહમતિ પણ હતી.`
હવેથી, ‘હું તેની સાથે રહેવા નથી માંગતી. એટલે જો મને કંઈપણ થાય તો તેના માટે તે જવાબદાર રહેશે. એ મને જ્યારે પણ જ્યાં પણ જોશે બ્લેકમેલ અને મારી નાખવાની ધમકી આપશે.’
આ પણ જુઓ : શ્રદ્ધા વાલકરે કેમ કર્યો હતો બે વર્ષ પહેલા પોલીસનો સંપર્ક? જુઓ વીડિયો
તમને જણાવી દઈએ કે, આરોપી આફતાબ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે.