અમિતાભ-અક્ષયકુમારની ફિલ્મોનું શૂટિંગ નહીં અટકાવાય: કૉન્ગ્રેસ
અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર
મહારાષ્ટ્રના કૉન્ગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ મુંબઈમાં અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર સળગતી સમસ્યાઓ બાબતે કંઈ બોલતા ન હોવાથી તેમની ફિલ્મોનું શૂટિંગ રોકવામાં આવશે એવું નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જોકે તેમના આ નિવેદનનો ચારે તરફથી વિરોધ થતાં કૉન્ગ્રેસે આ બાબતે સ્પષ્ટતા કરી છે. પક્ષના મુખ્ય કેન્દ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બન્ને અભિનેતાઓની ફિલ્મોનું શૂટિંગ કે રિલીઝ રોકવા બાબતનું નાના પટોલેનું નિવેદન અંગત છે. પક્ષ દ્વારા આવું કંઈ નહીં કરાય. મેં નાના પટોલે સાથે આ વિશે વાત કરી છે અને ભવિષ્યમાં આવું નિવેદન નહીં આપવાનું તેમણે મને આશ્વાસન આપ્યું છે. આથી અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર સામે કૉન્ગ્રેસના કાર્યકરો કોઈ વિરોધ નહીં કરે.’

