પીડિતાને બંગલા પર લઈ ગયા બાદ આરોપીએ પોતાના અન્ય મિત્રોને બોલાવ્યા અને તેની સાથે વારાફરતી બીજી સવાર સુધી બળાત્કાર કરતા રહ્યા. ઘટના શુક્રવારની છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘરમાં (Palghar) સગીર બાળકી (Teenager Girl) સાથે ક્રૂરતાની ઘટના સામે આવી છે. પોલીસ (Police) પ્રમાણે આરોપીઓએ 16 વર્ષની બાળકી સાથે વારાફરતી 12 કલાક સુધી ગેન્ગરેપ (Gangrape) કર્યો. પોલીસને (Police) શરૂઆતની તપાસમાં ખબર પડી છે કે આ ઘટનામાં કુલ આઠ આરોપી સામેલ હતા. પીડિતાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેને એક છોકરાએ લાલચ આપીને મળવા બોલાવી હતી. તો જેવી તે આરોપીને મળી તે તેને પોતાના ખાલી બંગલામાં લઈને ગયો. પીડિતાને બંગલા પર લઈ ગયા બાદ આરોપીએ પોતાના અન્ય મિત્રોને બોલાવ્યા અને તેની સાથે વારાફરતી બીજી સવાર સુધી બળાત્કાર કરતા રહ્યા. ઘટના શુક્રવારની છે.
પોલીસે પીડિતાની ફરિયાદ પર કેસ દાખલ કર્યો છે. પીડિત છોકરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આરોપીઓએ તેનું રાતે આઠ વાગ્યે પહેલીવાર રેપ કર્યો જે બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી લગભગ સતત ચાલુ રહ્યો. પીડિતાનું કહેવું છે આગલા દિવસે આરોપી તેને સમુદ્ર કિનારે પણ લઈ ગયા અને ત્યાં પણ તેમની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો.
ADVERTISEMENT
આ મામલે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે બધા આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. સાથે જ બધા આરોપીઓના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. આરોપી તેને માહિમ ગામના એક સૂના બંગલામાં લઈ ગયા અને સતત બળાત્કાર કર્યો. તેના પછી તે તેને સમુદ્ર કિનારે લઈ ગયા અને ઝાડીઓમાં લઈ જઈને પ્રતાડિત કરી.
આ પણ વાંચો : Mumbaiમાં સતત વધતા વાયુ પ્રદૂષણ થકી બીમાર પડી રહ્યા છે મુંબઈકર્સ, આ છે મુશ્કેલીઓ
આરોપીએ વિરુદ્ધ આ કલમમાં દાખલ થયો કેસ
પોલીસે જણાવ્યું કે યુવતીની ફરિયાદના આધારે પર રવિવારે સવારે બધા 8 આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસે તેમની વિરુદ્ધ કલમ 376 (ડી), કલમ 366 (એ), કલમ 341, ધારા 342, કલમ 323 અને પોક્સો એક્ટમાં કેસ દાખલ કર્યો છે. બધા આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

