Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Exclusive : અંબાણીના ઘરે થયું લક્ષ્મીનું આગમન, શ્લોકાએ આપ્યો દીકરીને જન્મ

Exclusive : અંબાણીના ઘરે થયું લક્ષ્મીનું આગમન, શ્લોકાએ આપ્યો દીકરીને જન્મ

Published : 31 May, 2023 05:01 PM | IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

એશિયાના મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીનું (Mukesh Ambani) આંગણું છેલ્લા ઘણાં સમયથી બીજા બાળકના સ્વાગતની રાહ જોઈ રહ્યું હતું. મુકેશ અંબાણીની પુત્રવધૂ શ્લોકા અંબાણીએ (Shloka Mehta Ambani) બીજા સંતાનને જન્મ આપ્યો છે.

ફાઈલ તસવીર

Exclusive

ફાઈલ તસવીર


એશિયાના મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીનું (Mukesh Ambani) આંગણું છેલ્લા ઘણાં સમયથી બીજા બાળકના સ્વાગતની રાહ જોઈ રહ્યું હતું. મુકેશ અંબાણીની પુત્રવધૂ શ્લોકા અંબાણીએ (Shloka Mehta Ambani) બીજા બાળકને જન્મ આપ્યો છે. દીકરા પૃથ્વી બાદ હવે શ્લોકા અને આકાશ અંબાણી (Akash Ambani) એક દીકરીના માતા-પિતા બન્યાં છે. શ્લોકા અંબાણીને ગઈકાલે એટલે કે 30 મે 2023ના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એચએનઆરએફમાં શ્લોકા અંબાણીની ડિલીવરી કરવામાં આવી છે. આજે સવારે શ્લોકા મેહતાએ દીકરીને જન્મ આપ્યો છે. જો કે, આ અંગે અંબાણી પરિવાર તરફથી ઔપચારિક નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.


NMACCમાં પહેલી વાર શ્લોકા બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. ત્યાર બાદથી શ્લોકા અને આકાશ અંબાણી બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને પૃથ્વી અંબાણી સાથે અનેકવાર સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરતાં જોવા મળ્યા હતા. શ્લોકા અને આકાશના બીજા સંતાનની લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી બીજી વાર દાદા-દાદી બની ગયા છે એવામાં એન્ટરટેઈન્મેન્ટ જગતમાંથી પણ લોકો તેમને વધામણીઓ આપી રહ્યા છે.




આ પણ વાંચો : મુકેશભાઈએ કર્યાં પૃથ્વી સાથે સ્પેશ્યલ દર્શન


હવે લોકોએ શ્લોકા અને આકાશની દીકરીની પહેલી ઝલક અને તતેની તસવીરો, તેની રાશિ, તેનું નામ આ બધાની આતુરતાથી રાહ જોવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે મુકેશ અંબાણી પ્રેગ્નેન્ટ પુત્રવધૂ અને દીકરા આકાશ અને પૌત્ર પૃથ્વી સાથે ઘણીવાર સિદ્ધિવિનાયક મંદિરે પૂજા કરવા ગયા હતા. ચાહકોનું કહેવું છે કે બાપ્પાએ મુકેશ અંબાણીની અરજી સ્વીકારી લીધી અને પૌત્ર પૃથ્વી બાદ હવે તેમને પૌત્રી તરીકે પણ આશીર્વાદ આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકાના પહેલા પુત્ર પૃથ્વીનો જન્મ ડિસેમ્બર ૨૦૨૧માં થયો હતો. તાજેતરમાં જ આ યુગલ મુકેશ અંબાણી તથા તેમના પુત્ર પૃથ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શન કરવા ગયું હતું. માતા અને બાળકની સુખાકારી માટે સતત સિદ્ધિવિનાયક મંદિરનાં દર્શનને પગલે તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. આકાશ અને શ્લોકાનાં લગ્ન માર્ચ ૨૦૧૯માં થયાં હતાં. એમાં બૉલીવુડ, રાજકારણ, સ્પોર્ટ્સ અને બિઝનેસ સેક્ટરની સેલિબ્રિટીઝ હાજર રહી હતી. થોડા સમય પહેલાં જ જિયો ગાર્ડનમાં પૃથ્વીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 05:01 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK