Shivaji Maharaj Memorial: દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તાજેતરમાં જ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર આવા સ્મારકનું નિર્માણ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી
શિવાજી મહારાજ અને દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
Shivaji Maharaj Memorial: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવવા માટે રાજ્યના પ્રવાસન મંત્રીના નેતૃત્વમાં ઇતિહાસકારોની એક સમિતિની રચના કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવાસન વિભાગને છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું નિર્માણ કરવાનું કઆમ સોંપવામાં આવ્યું છે, અને તે માટે ભંડોળ ભેગું કરવા તેમ જ જમીન સંપાદન કરવા માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તાજેતરમાં જ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર આવા સ્મારકનું નિર્માણ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે આ થકી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક મરાઠા સમ્રાટ અને તેમના પુત્ર સંભાજીના સાહસને લોકો સમક્ષ મૂકવામાં આવેશે જેથી ભવિષ્યની પેઢીઓ ઇતિહાસના આ બહાદુરીભર્યા પ્રકરણથી વાકેફ રહે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકાર આ પ્રોજેક્ટ (Shivaji Maharaj Memorial) માટે જરૂરી જમીન અને ઇમારતો હસ્તગત પણ કરવાની છે. પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં ઇતિહાસકારો અને નિષ્ણાતોની એક સમિતિ સ્મારકના નિર્માણની દેખરેખ રાખશે. પ્રવાસન મંત્રીની અધ્યક્ષતાવાળી સમિતિમાં ઈતિહાસકારો અને નિષ્ણાતોનો સમાવેશ થશે અને તે સ્વતંત્ર રીતે કામ કરશે.
મહારાષ્ટ્ર સરકારે આ વિષે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આગ્રામાં જે પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજને મુઘલો દ્વારા નજરકેદમાં રાખવામાં આવ્યા હતા, તે પરિસર હસ્તગત કરવામાં આવનાર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાની વાત જનતા સમક્ષ મૂકી હતી. મુખ્યમંત્રીએ મરાઠા રાજા શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે આગ્રામાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વેળાએ આ સ્મારકની વાત કરી હતી.
આ સાથે જ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ આ વિષય પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરશે (Shivaji Maharaj Memorial) અને રાજ્ય સરકાર મીના બજારમાં સ્મારક માટે જમીન હસ્તગત કરશે. સ્મારકના નિર્માણ માટે પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં ઈતિહાસકારો, નિષ્ણાતો અને નિષ્ણાતોની એક અલગ સમિતિની રચના કરવામાં આવશે. પ્રવાસન વિભાગને આ પ્રોજેક્ટ માટે ભંડોળ ભેગું કરવા, જમીન સંપાદન અને સંબંધિત બાબતોની જવાબદારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ નિગમ આ વિભાગ હેઠળ કાર્યકારી તંત્ર તરીકે કામ કરશે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે છત્રપતિ શિવાજી મહારાજ અને બાળારાજે શંભુરાજની આગ્રાથી મુક્તિ અને ભાવિ પેઢીઓ માટે મહારાજાની બહાદુરીની ભવ્ય કથા જીવંત રહે તે માટે આ ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જીઆરમાં જણાવાયું છે કે શિવાજી મહારાજને (Shivaji Maharaj Memorial) મુઘલો દ્વારા આગ્રામાં કેદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પોતાની બુદ્ધિ અને કુશળતા સાથે ત્યાંથી ભાગી ગયા હતા અને મહારાષ્ટ્ર પરત ફર્યા હતા. જ્યારે જ્યારે મહારાષ્ટ્રના લોકો તે સ્થળે મુલાકાત માટે જાય છે, ત્યારે તેમને કોઈ પ્રતીક કે સ્મારક જોવા મળતું નથી. આ જ કારણોસર શિવાજીને જ્યાં તેમને કેદ કરવામાં આવ્યા હતા ત્યાં એક ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.

