શિંદે જૂથે દાવો કર્યો હતો કે બાળાસાહેબ ઠાકરેની શિવસેના તેમની જ છે. ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલ આજે એટલે કે 17 જાન્યઆરીએ આયોગ સામે પોતાની દલીલ રજૂ કરશે.
ફાઈલ તસવીર
છેલ્લે 10 જાન્યુઆરીએ શિવસેના (Shiv Sena)ના એકનાથ શિંદે (Eknath Shinde) જૂથે પાર્ટીના સિમ્બૉલ મામલો પોતાની દલીલ પૂરી કરી લીધી હતી. તો આજે એટલે કે 17 જાન્યુઆરીના ચૂંટણી પંચ આ બાબતે સુનાવણી કરશે. હકિકતે શિવસેનાના એકનાથ શિંદે જૂથે નિર્વાચન પંચ સામે પોતાનું દળ જ ખરી શિવસેના હોવાનો દાવો કર્યો હતો.
આજે સુનાવણી
આની સાથે આ જૂથે 11971માં સુપ્રીમ કૉર્ટના નિર્ણયનો હવાલો પણ આપ્યો હતો જે હેઠળ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળા એક સમૂહને મૂળ કૉંગ્રેસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. શિંદે જૂથે દાવો કર્યો હતો કે બાળાસાહેબ ઠાકરેની શિવસેના તે જ છે. ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલ આજે એટલે કે 17 જાન્યઆરીએ આયોગ સામે પોતાની દલીલ રજૂ કરશે.
ADVERTISEMENT
બધું થશે પ્રેમથી
આ પહેલા સુપ્રીમ કૉર્ટે કહ્યું હતું કે તે શિવસેનાના બન્ને જૂથોની અરજી પર આગામી 14 ફેબ્રુઆરીએ સુનાવણી શરૂ કરશે. ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સભ્ય સંજય રાઉતે કહ્યું હતું, કારણકે સુનાવણી આગામી 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે છે, આથી બધું પ્રેમથી થશે. 14 ફેબ્રુઆરીથી સંવિધાન પીઠ કોઈપણ બ્રેક વગર કેસની સુનાવણી કરશે. આ અમારે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : ફરી એક વાર નારાજ પંકજા મુંડેને ઉદ્ધવ ઠાકરે જૂથમાં જોડાવાની ઑફર
એક તકરાર, શિવસેનામાં થયા બે જૂથ
જણાવવાનું કે, શિવસેનાના બન્ને જૂથ વચ્ચે લાંબા સમયથી પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને મોટી કાયદાકીય જંગ ચાલી રહી છે. હવે કેસ સુપ્રીમ કૉર્ટની સાથે-સાથે નિર્વાચન આયોગમાં લંબાયેલો છે. જો કે, ચૂંટણી પંચે ગયા વર્ષે મહારાષ્ટ્માં વિધાનસભા ઉપચૂંટણી પહેલા બન્ને જૂથને ચૂંટણીમાં `ધનુષ અને તીર` ચિહ્નનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી અને બન્ને જૂથોને અલગ નામ અને ચિહ્ન આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : બીજેપી અને શિંદે જૂથે બીકેસીમાં વડા પ્રધાનની જંગી સભા માટે તૈયારી આરંભી
આમાં ઉદ્ધવ ઠાકરે જૂથને પાર્ટીના નામ તરીકે `શિવસેના- ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે` અને એકનાથ શિંદે જૂથને `બાળાસાહેબાંચી શિવસેના` (બાળાસાહેબની શિવસેના) એવા નામ આપવામાં આવ્યા હતા. સાથે જ ચૂંટણી પંચે કહ્યું હતું કે, ઉક્ત અંતરિમ આદેશ વિવાદના અંતિમ નિર્ણય સુધી આમ જ રહેશે.