Shiv Sena Leader Threats Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર ભારતમાં જાતિ ગણતરીની જરૂરિયાત વિશે વાત કરી હતી.
સંજય ગાયકવાડ અને રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)
શિવસેના એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે (Shiv Sena Leader Threats Rahul Gandhi) સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે દેશની પરિસ્થિતિને લઈને આપેલા નિવેદનોને લઈને ગાયકવાડે કૉંગ્રેસ નેતાની "જીભ કાપી નાખનાર"ને 11 લાખ રૂપિયાના ઈનામ આપવાની જાહેરાત કર્યા બાદ મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.
એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના સભ્ય સંજય ગાયકવાડે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે ભારતમાં આરક્ષણ સમાપ્ત કરવાની વાત કરી હતી, તે જનતા સાથેનું સૌથી મોટું જુઠ્ઠાણું છે. એક તરફ અનામતની માગણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં આ માગણી વધી રહી છે અને ત્યાં રાહુલ ગાંધીએ (Shiv Sena Leader Threats Rahul Gandhi) દેશમાં અનામત સમાપ્ત કરવાનું નિવેદન આપ્યું. "આજે, તે દેશમાંથી અનામત સમાપ્ત કરવાની ભાષા બોલી રહ્યો છે અને કૉંગ્રેસનો અસલી ચહેરો બતાવી દીધો છે. જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપી નાખશે, હું તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ," એવું સંજય ગાયકવાડે કહ્યું હતું.
ADVERTISEMENT
आ.संजय गायकवाडने काँग्रेस नेते सन्मा. @RahulGandhi यांची जीभ छाटण्यासाठी अकरा लाखाचे बक्षीस जाहीर करणे म्हणजे शेळीने उंटाचा मुका घेण्याचा प्रयत्न करण्यासारखे आहे. @Dev_Fadnavisजी नेहमीप्रमाणे तुम्ही गायकवाडवर गुन्हा दाखलच करू नका. अन्यथा आपल्या लौकिकाला बट्टा लागेल@ShivSenaUBT_
— SushmaTai Andhare (@andharesushama) September 16, 2024
અમેરિકામાં રાહુલ ગાંધીની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર ભારતમાં જાતિ ગણતરીની જરૂરિયાત વિશે વાત કરી હતી અને તે કેવી રીતે ભારતની સંસ્થાઓમાં નબળા વર્ગોની ભાગીદારી વધુ સારી રીતે કરશે એ અંગે વાત કરી હતી. (Shiv Sena Leader Threats Rahul Gandhi) "જ્યારે ભારત ન્યાયી સ્થળ છે અને ભારત ન્યાયી સ્થળ નથી ત્યારે અમે આરક્ષણને નાબૂદ કરવાનું વિચારીશું," રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું કે શું ભારતમાં સંસ્થાઓને મજબૂત કરવા જાતિ આધારિત અનામત કરતાં વધુ સારી રીતો છે કે? તે અંગે પણ તેમને પૂછવામાં આવ્યું હતું.
એક પત્રકાર પરિષદને સંબોધતા, કૉંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે (Shiv Sena Leader Threats Rahul Gandhi) કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ઘણી "ઘૃણાસ્પદ ટિપ્પણીઓ" કરવામાં આવી છે. "રાહુલ ગાંધી કોણ છે, તેઓ પાંચ વખત ચૂંટાયેલા સાંસદ છે, તેઓ ભારતના લોકતંત્રમાં વિપક્ષના નેતા છે.
હિંસાથી ભરેલા આવા નિવેદનો કેવી રીતે સહન કરી શકાય?" શ્રીનેતે કહ્યું, "મારે એવું કેમ ન કહેવું જોઈએ કે જો ભાજપના સભ્યો અને તેમના સહયોગી પક્ષો આ હિંસક નિવેદનોનો આશરો લઈ રહ્યા છે, તો આ નરેન્દ્ર મોદી અને અમિત શાહના કહેવાથી થઈ રહ્યું છે, આને તમારું સંપૂર્ણ રાજકીય સમર્થન છે,". મહારાષ્ટ્રમાં શિવસેનાના (Shiv Sena Leader Threats Rahul Gandhi) સહયોગી ભાજપે ગાયકવાડના નિવેદનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. મહારાષ્ટ્ર બીજેપીના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે, "હું ગાયકવાડની ટિપ્પણીઓને ટેકો કે સમર્થન આપીશ નહીં. જોકે, અમે એ ભૂલી શકીએ નહીં કે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ અનામતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેનાથી પ્રગતિને અસર થશે."